આ કબૂતરનું શું કરવું ભલા - A Kabutaranun Shun Karavun Bhala - Lyrics

આ કબૂતરનું શું કરવું ભલા

આ કબૂતરનું શું કરવું ભલા

છાતીમાં આવી એક છાના ખૂણામાં
એ ગૂપચૂપ ગોઠવે તણખલાં
.
ચોક સમું ભાળે તો પારેવાપણાને
ચણમાં વેરાઈ જતાં આવડે

આંસુના વૃક્ષ ઉપર ખાલી માળા જેવા
જણમાં વેરાઈ જતાં આવડે

ધીરેધીરે મુંઝારા ચણે
જ્યારે આંખ હોય ભીની
ને હોવ તમે એકલા

આ કબૂતરનું શું કરવું ભલા
.
જાણે છે પાછું ન આવવાનો અર્થ
એને પીછાંનું ખરવું સમજાય છે

પોતીકાપણાના જતન થકી
સેવેલું ઈંડું ફૂટે તો શું થાય છે

બારી પર સાંજ ઢળ્યે બેસીને
ડૂમાના સૂરજ ગણ્યા હશે કેટલા

આ કબૂતરનું શું કરવું ભલા

-સંદીપ ભાટિયા


A Kabutaranun Shun Karavun Bhala

A kabutaranun shun karavun bhala

Chhatiman avi ek chhan khunaman
E gupachup goṭhave tanakhalan
. Chok samun bhale to parevapanane
Chanaman verai jatan avade

Ansun vruksha upar khali mal jeva
Janaman verai jatan avade

Dhiredhire munzar chane
Jyare ankha hoya bhini
Ne hov tame ekala

A kabutaranun shun karavun bhala
. Jane chhe pachhun n avavano artha
Ene pichhannun kharavun samajaya chhe

Potikapanan jatan thaki
Sevelun indun fute to shun thaya chhe

Bari par sanja dhalye besine
Duman suraj ganya hashe keṭala

A kabutaranun shun karavun bhala

-sandip bhatiya

Source: Mavjibhai