આ તો ભાઈ ઠીબનાં પાણી! - A to Bhai Thibanan Pani! - Lyrics

આ તો ભાઈ ઠીબનાં પાણી!

આ તો ભાઈ ઠીબનાં પાણી!
તરસી પાંખને કો’ક દી ઊંડી આરત લાવે તાણી
આ તો ઠીબનાં પાણી

ન્હોય નદીનાં નીર કે એમાં ઊમટે ઘમ્મરપૂર
થીર ના હોય કોઈ તળાવ કે એમાં ઊગવાં કમળફૂલ
તરસ્યું કોઈ આવશે-
ખોબો’ક રેડવા, એટલું જાણી
આ તો ઠીબનાં પાણી

કોઈ દી એને કાંઠડે નહીં વસવાં નગર-ધામ
કૉળવાં નહીં વંન, કે લીલાં મંન
કે ટગર ફૂલ-શાં ભીનાં નામ
થાક ભરેલા પળનો પોરો પામતાં એ જ કમાણી
આ તો ઠીબનાં પાણી

કોતર-કાંઠા બેટ કે ભાઠા કોઈ નહિ અસબાબ
ઢળતું માથે છાપરું,
ઝૂકે ડાળખી અને ચાંગળું તરે આભ
નેહની ભીની મટકીમાંથી ખેવના કેરી લ્હાણી
આ તો ઠીબનાં પાણી

-હરિકૃષ્ણ પાઠક


A to Bhai Thibanan Pani!

A to bhai thibanan pani! Tarasi pankhane ko’k di undi arat lave tani
A to thibanan pani

Nhoya nadinan nir ke eman umate ghammarapura
Thir n hoya koi talav ke eman ugavan kamalafula
Tarasyun koi avashe-
Khobo’k redava, eṭalun jani
A to thibanan pani

Koi di ene kanṭhade nahin vasavan nagara-dhama
Kolavan nahin vanna, ke lilan manna
Ke ṭagar fula-shan bhinan nama
Thak bharel palano poro pamatan e j kamani
A to thibanan pani

Kotara-kantha bet ke bhath koi nahi asababa
Dhalatun mathe chhaparun,
Zuke dalakhi ane changalun tare abha
Nehani bhini maṭakimanthi khevan keri lhani
A to thibanan pani

-Harikrushna Paṭhaka