આજ રે જોધાણા ગઢને મારગે
ધોડી જાઉં, ઉડે રે કાંઈ ઝીણો રે ગુલાલ
મણિયારડો રે જી હો ગોરલજો સાયબો રે
અણિયાણી અખિયાંવાળો મણિયાર…
ઓત્તર રે દિશાથી મણિયારો આવશે
બાયું મારો સાયબો આવે રે મારે ઘેર
મણિયારડો રે જી હો ગોરલજો સાયબો રે
વાંકડિયાં મૂંછાવાળો મણિયાર…
જનમ રે દીધો રે ધન્ય તારી માવડી !
વારી જાઉં, રૂ૫ રે દીધું રે દીનાનાથ રે
મણિયારડો રે જી હો ગોરલજો સાયબો રે
મીઠુડી બોલીવાળો મણિયાર…
ઉંચી રે ચડું ને નીચી ઉતરું
બાયું હું તો જોઉં રે મણિયારા તારી વાટ
મણિયારડો રે જી હો ગોરલજો સાયબો રે
ભરિયા ભાલાવાળો મણિયાર…
ઉંચે રે ચડતાં રે ફાટ્યો મારો કંચવો
બાયું બેની નીચે રે ઉતરતાં નવસર હાર
મણિયારડો રે જી હો ગોરલો સાયબો રે
નીમાણાં નેણાંવાળો મણિયાર…
Aaj Re Jodhaana Gadhne Marge
Aj re jodhan gadhane marage
Dhodi jaun, ude re kani zino re gulala
Maniyarado re ji ho goralajo sayabo re
Aniyani akhiyanvalo maniyara…
Ottar re dishathi maniyaro avashe
Bayun maro sayabo ave re mare ghera
Maniyarado re ji ho goralajo sayabo re
Vankadiyan munchhavalo maniyara…
Janam re didho re dhanya tari mavadi ! Vari jaun, ru5 re didhun re dinanath re
Maniyarado re ji ho goralajo sayabo re
Mithudi bolivalo maniyara…
Unchi re chadun ne nichi utarun
Bayun hun to joun re maniyar tari vaṭa
Maniyarado re ji ho goralajo sayabo re
Bhariya bhalavalo maniyara…
Unche re chadatan re fatyo maro kanchavo
Bayun beni niche re utaratan navasar har
Maniyarado re ji ho goralo sayabo re
Nimanan nenanvalo maniyara…