આંખમાં છો ને ભીની ઝલક ઊઘડે - Aakh Ma Chho Ne Bhini Zalak Ughade - Lyrics

આંખ માં છો ને ભીની ઝલક ઊઘડે

આંખમાં છો ને ભીની ઝલક ઊઘડે,
મેઘ વરસી પડે તો ફલક ઊઘડે.
ગાલ પર કોઈ શમણાનું પીંછુ ફરે,
પોપચાં થરથરે ને પલક ઊઘડે.
રોજ લાગે કોઈ યાદ કરતું હશે,
રોજ છાતીમાં ઝીણી સલક ઊઘડે.
પારકા દેશમાં તારી યાદ આવતાં,
ઘર તો ઘર, આખેઆખો મલક ઊઘડે.
છો ખલીલ! આજ મન થોડું હળવું થતું,
આંખમાં છોને ભીની ઝલક ઊઘડે!
– ખલીલ ધનતેજવી


Aakh Ma Chho Ne Bhini Zalak Ughade

Ānkhamān chho ne bhīnī zalak ūghaḍe,
Megh varasī paḍe to falak ūghaḍe. Gāl par koī shamaṇānun pīnchhu fare,
Popachān tharathare ne palak ūghaḍe. Roj lāge koī yād karatun hashe,
Roj chhātīmān zīṇī salak ūghaḍe. Pārakā deshamān tārī yād āvatān,
Ghar to ghara, ākheākho malak ūghaḍe. Chho khalīla! Āj man thoḍun haḷavun thatun,
Ānkhamān chhone bhīnī zalak ūghaḍe!
– Khalīl Dhanatejavī