આમ છંદોલય ની પણ શાયદ ખબર પડશે તને - Aam Chhandolay Ni Pan Shayad Khabar Padashe Tane - Lyrics

આમ છંદોલય ની પણ શાયદ ખબર પડશે તને

આમ છંદોલયની પણ શાયદ ખબર પડશે તને,
એક અક્ષર પણ જો રદ, ખબર પડશે તને.
લટ ઘટા ઘનઘોર ચહેરા પર વિખેરી નાખ તું,
પોષ સુદ પૂનમ કે શ્રાવણ વદ ખબર પડશે તને.
તું પ્રથમ તારો જ માહિતગાર થઇ જા, એ પછી,
બાઇબલ, કુરઆન, ઉપનિષદ ખબર પડશે તને.
ભરબપોરે તું કદી માપી જો તારો છાંયડો,
કેટલું ઊંચું છે તારું કદ ખબર પડશે તને.
ઓળખી લે, બંને બાજુથી રણકતા ઢોલને,
આપણામાં કોણ છે નારદ ખબર પડશે તને.
તું ખલીલ અજવાળું પૂરું થાય ત્યાં અટકી જજે,
ક્યાંથી લાગી મારા ઘરની હદ ખબર પડશે તને.
– ખલીલ ધનતેજવી


Aam Chhandolay Ni Pan Shayad Khabar Padashe Tane

Ām chhandolayanī paṇ shāyad khabar paḍashe tane,
Ek akṣhar paṇ jo rada, khabar paḍashe tane. Laṭ ghaṭā ghanaghor chaherā par vikherī nākh tun,
Poṣh sud pūnam ke shrāvaṇ vad khabar paḍashe tane. Tun pratham tāro j māhitagār thai jā, e pachhī,
Bāibala, kuraāna, upaniṣhad khabar paḍashe tane. Bharabapore tun kadī māpī jo tāro chhānyaḍo,
Keṭalun ūnchun chhe tārun kad khabar paḍashe tane. Oḷakhī le, banne bājuthī raṇakatā ḍholane,
Āpaṇāmān koṇ chhe nārad khabar paḍashe tane. Tun khalīl ajavāḷun pūrun thāya tyān aṭakī jaje,
Kyānthī lāgī mārā gharanī had khabar paḍashe tane.
– Khalīl Dhanatejavī