આદિવાસી ડુંગરા - Adivasi Dungara - Lyrics

આદિવાસી ડુંગરા

કે ડુંગરા હજીયે એના એ
અસલના આદિવાસી રે લોલ
કે ડુંગરા બદલાયા સ્હેજ ના
કે વંનના એકલનિવાસી રે લોલ

કે ડુંગરાયે ક્‌હે છે કે શ્હેર નથી દીઠું
કે ગાડીએ બેઠા નથી રે લોલ
કે ડુંગરાને ભલું તે મહુડાનું પીઠું
કે વાડીએ પેઠા નથી રે લોલ

કે ડુંગરા ક્‌હે છે કે કોક વાર રાતે
કે સીમ લગી ઢૂંકતાં રે લોલ
કે ડુંગરા જોયા છે કોઈ દિ પ્રભાતે
કે પગલાં મૂકી જતા રે લોલ

કે ડુંગરા ઊઠે છે રાતના પ્હોરે
કે ઘૂડની પાંખો ફૂટે રે લોલ
કે ડુંગરા અઘોરી આખો દી ઘોરે
ને રાતના મોડા ઊઠે રે લોલ

કે ડુંગરા કોક દી સાવજને વેશે
દીઠાં મેં નદી પી જતાં રે લોલ
કે ડુંગરા દવમાં દાઝતા કેશે
કે દીપડા દીપતા રે લોલ

કે ડુંગરા કઠિયારા થૈ કાંધે
કે વગડે ટચકા કરે રે લોલ
કે ડુંગરા સાંજના ભારોડો બાંધે
ને કેડીઉં ઊતરે રે લોલ

કે ડુંગરા કોક વાર ધૂણે છે ઘેલા
ધણેણતા ધરતી બધી રે લોલ
કે ડુંગરા કોક વાર ભરતા મેળા
કે માથેથી તળિયા સુધી રે લોલ

કે ડુંગરા આજે ય પ્હેરે
લંગોટડીનું ચીંથરું રે લોલ
કે ડુંગરા મળતા સાંકડી નેળે
કે કામઠું ખંભે ધર્યું રે લોલ

કે ડુંગરા ભડકે છે શ્હેરથી નાસી
કે સીમથી પાછા વળે રે લોલ
કે ડુંગરા અસલના આદિવાસી
કે મંનની વાટે મળે રે લોલ

-ઉશનસ્


Adivasi Dungara

Ke dungar hajiye en e
Asalan adivasi re lola
Ke dungar badalaya shej na
Ke vannan ekalanivasi re lola

Ke dungaraye khe chhe ke shher nathi dithun
Ke gadie beth nathi re lola
Ke dungarane bhalun te mahudanun pithun
Ke vadie peth nathi re lola

Ke dungar khe chhe ke kok var rate
Ke sim lagi dhunkatan re lola
Ke dungar joya chhe koi di prabhate
Ke pagalan muki jat re lola

Ke dungar uthe chhe ratan phore
Ke ghudani pankho fute re lola
Ke dungar aghori akho di ghore
Ne ratan mod uthe re lola

Ke dungar kok di savajane veshe
Dithan men nadi pi jatan re lola
Ke dungar davaman dazat keshe
Ke dipad dipat re lola

Ke dungar kathiyar thai kandhe
Ke vagade ṭachak kare re lola
Ke dungar sanjan bharodo bandhe
Ne kediun utare re lola

Ke dungar kok var dhune chhe ghela
Dhanenat dharati badhi re lola
Ke dungar kok var bharat mela
Ke mathethi taliya sudhi re lola

Ke dungar aje ya phere
Langoṭadinun chintharun re lola
Ke dungar malat sankadi nele
Ke kamathun khanbhe dharyun re lola

Ke dungar bhadake chhe shherathi nasi
Ke simathi pachh vale re lola
Ke dungar asalan adivasi
Ke mannani vate male re lola

-ushanas

Source: Mavjibhai