એના ઘર ની એક બારી મારા ઘર સામે હતી - Aena Ghar Nu Ek Bari Mara Ghar Same Hati - Lyrics

એના ઘર ની એક બારી મારા ઘર સામે હતી

એના ઘરની એક બારી મારા ઘર સામે હતી
મારી જે દુનિયા હતી મારી નજર સામે હતી
એક સરખો ગર્વ બંનેને હતો વ્યક્તિત્વનો
એક ઊંડી ખીણ પર્વતના શિખર સામે હતી
રાતે ચિંતા કે સવારે સૂર્ય કેવો ઊગશે
ને સવારે, સાંજ પડવાની ફિકર સામે હતી
ને વસંતોને ઊમળકાભેર માણી લેત પણ
પણ હાય રે ! એક વેંત છેટે પાનખર સામે હતી
હું જ અંધારાના ડર થી આંખ ના ખોલી શક્યો
એક સળગતી મીણબત્તી રાતભર સામે હતી
મિત્રને શત્રૂની વચ્ચોવચ ખલીલ ઊભો હતો
એક આફત પીઠ પાછળ એક નજર સામે હતી.
– ખલીલ ધનતેજવી


Aena Ghar Nu Ek Bari Mara Ghar Same Hati

Enā gharanī ek bārī mārā ghar sāme hatī
Mārī je duniyā hatī mārī najar sāme hatī
Ek sarakho garva bannene hato vyaktitvano
Ek ūnḍī khīṇ parvatanā shikhar sāme hatī
Rāte chintā ke savāre sūrya kevo ūgashe
Ne savāre, sānja paḍavānī fikar sāme hatī
Ne vasantone ūmaḷakābher māṇī let paṇa
Paṇ hāya re ! Ek venta chheṭe pānakhar sāme hatī
Hun j andhārānā ḍar thī ānkha nā kholī shakyo
Ek saḷagatī mīṇabattī rātabhar sāme hatī
Mitrane shatrūnī vachchovach khalīl ūbho hato
Ek āfat pīṭh pāchhaḷ ek najar sāme hatī.
– Khalīl Dhanatejavī