આકાશે દીધાં ને - Akashe Didhan Ne - Gujarati

આકાશે દીધાં ને

આકાશે દીધાં ને ધરતી માએ ઝીલ્યાં
મા-બાપે ઉછેર્યાં પરને સોંપવા

બેનના દાદાને રૂપાનું છે દાતણ
સોનાનો છે કૂચો બેનનું પિયરિયું

બેનના દાદાને સોનાનું છે દાતણ
રૂપાનો છે કૂચો બેનનું પિયરિયું

બેનને દાદાએ રતન કહીને રાખી
જતન કરીને જાળવી પરને સોંપવા

આકાશે દીધાં ને ધરતી માએ ઝીલ્યાં
મા-બાપે ઉછેર્યાં પરને સોંપવા

રસ્તે જાતાં સામી મળે વાટકડી
મોટા ઘરની દીકરી ચાલી સાસરિયે

તળાવની પાળે મા ને દીકરી રડિયાં
ધ્રૂસકે ધ્રૂસકે રડિયાં સરોવર છલકી ગયાં

આકાશે દીધાં ને ધરતી માએ ઝીલ્યાં
મા-બાપે ઉછેર્યાં પરને સોંપવા


आकाशे दीधां ने

आकाशे दीधां ने धरती माए झील्यां
मा-बापे उछेर्यां परने सोंपवा

बेनना दादाने रूपानुं छे दातण
सोनानो छे कूचो बेननुं पियरियुं

बेनना दादाने सोनानुं छे दातण
रूपानो छे कूचो बेननुं पियरियुं

बेनने दादाए रतन कहीने राखी
जतन करीने जाळवी परने सोंपवा

आकाशे दीधां ने धरती माए झील्यां
मा-बापे उछेर्यां परने सोंपवा

रस्ते जातां सामी मळे वाटकडी
मोटा घरनी दीकरी चाली सासरिये

तळावनी पाळे मा ने दीकरी रडियां
ध्रूसके ध्रूसके रडियां सरोवर छलकी गयां

आकाशे दीधां ने धरती माए झील्यां
मा-बापे उछेर्यां परने सोंपवा


Akashe Didhan Ne

Akashe didhan ne dharati mae zilyan
Ma-bape uchheryan parane sonpava

Benana dadane rupanun chhe datana
Sonano chhe kucho benanun piyariyun

Benana dadane sonanun chhe datana
Rupano chhe kucho benanun piyariyun

Benane dadae ratan kahine rakhi
Jatan karine jalavi parane sonpava

Akashe didhan ne dharati mae zilyan
Ma-bape uchheryan parane sonpava

Raste jatan sami male vatakadi
Mota gharani dikari chali sasariye

Talavani pale ma ne dikari radiyan
Dhrusake dhrusake radiyan sarovar chhalaki gayan

Akashe didhan ne dharati mae zilyan
Ma-bape uchheryan parane sonpava


Ākāshe dīdhān ne

Ākāshe dīdhān ne dharatī māe zīlyān
Mā-bāpe uchheryān parane sonpavā

Benanā dādāne rūpānun chhe dātaṇa
Sonāno chhe kūcho benanun piyariyun

Benanā dādāne sonānun chhe dātaṇa
Rūpāno chhe kūcho benanun piyariyun

Benane dādāe ratan kahīne rākhī
Jatan karīne jāḷavī parane sonpavā

Ākāshe dīdhān ne dharatī māe zīlyān
Mā-bāpe uchheryān parane sonpavā

Raste jātān sāmī maḷe vāṭakaḍī
Moṭā gharanī dīkarī chālī sāsariye

Taḷāvanī pāḷe mā ne dīkarī raḍiyān
Dhrūsake dhrūsake raḍiyān sarovar chhalakī gayān

Ākāshe dīdhān ne dharatī māe zīlyān
Mā-bāpe uchheryān parane sonpavā


Source : સ્વરઃ જિગિષા રાંભિયા
સંગીતઃ ભગવતીપ્રસાદ ભટ્ટ