અમને દોડાવ્યા - Amane Dodavya - Gujarati

અમને દોડાવ્યા

ક્ષિતિજે ઘાસ જેવી લીલી ક્ષણ દઈ અમને દોડાવ્યા;
અમારામાં જ ઈચ્છાનાં હરણ દઈ અમને દોડાવ્યા.
અમે ક્યાં જઈ રહ્યા, ક્યાં પ્હોંચશું,એની ખબર ક્યાં છે,
અમારી ફરતું કાયમ આવરણ દઈ અમને દોડાવ્યા
.
દીધું છે એક તો બેકાબૂ મન, ના હાથ રહેનારું,
વળી એમાં સલૂણી સાંભરણ દઈ અમને દોડાવ્યા.
અહીં આ રામગિરિની ટોચ પરથી છેક અલકા લગ,
અષાઢી સાંજનું વાતાવરણ દઈ અમને દોડાવ્યા.

બધાને દોડવા માટે દીધાં સપનાં ને આશાઓ,
અમે કમભાગી કે ના કંઈ પણ દઈ અમને દોડાવ્યા.
ખબર જો હોત કે આવું રૂપાળું છે તો ના ભાગત,
સતત નાહકનું તેં વાંસે મરણ દઈ અમને દોડાવ્યા.

ઘસાતા બંને પગ ગોઠણ સુધીના થઈ ગયા પણ તેં –
થયું સારું, કવિતાના ચરણ દઈ અમને દોડાવ્યા.


अमने दोडाव्या

क्षितिजे घास जेवी लीली क्षण दई अमने दोडाव्या;
अमारामां ज ईच्छानां हरण दई अमने दोडाव्या.
अमे क्यां जई रह्या, क्यां प्होंचशुं,एनी खबर क्यां छे,
अमारी फरतुं कायम आवरण दई अमने दोडाव्या
.
दीधुं छे एक तो बेकाबू मन, ना हाथ रहेनारुं,
वळी एमां सलूणी सांभरण दई अमने दोडाव्या.
अहीं आ रामगिरिनी टोच परथी छेक अलका लग,
अषाढी सांजनुं वातावरण दई अमने दोडाव्या.

बधाने दोडवा माटे दीधां सपनां ने आशाओ,
अमे कमभागी के ना कंई पण दई अमने दोडाव्या.
खबर जो होत के आवुं रूपाळुं छे तो ना भागत,
सतत नाहकनुं तें वांसे मरण दई अमने दोडाव्या.

घसाता बंने पग गोठण सुधीना थई गया पण तें –
थयुं सारुं, कविताना चरण दई अमने दोडाव्या.


Amane Dodavya

Kshitije ghas jevi lili kshan dai amane dodavya;
Amaraman j ichchhanan haran dai amane dodavya. Ame kyan jai rahya, kyan phonchashun,eni khabar kyan chhe,
Amari faratun kayam avaran dai amane dodavya
. Didhun chhe ek to bekabu mana, na hath rahenarun,
Vali eman saluni sanbharan dai amane dodavya. Ahin a ramagirini toch parathi chhek alaka laga,
Ashadhi sanjanun vatavaran dai amane dodavya.

Badhane dodava mate didhan sapanan ne ashao,
Ame kamabhagi ke na kani pan dai amane dodavya. Khabar jo hot ke avun rupalun chhe to na bhagata,
Satat nahakanun ten vanse maran dai amane dodavya.

Ghasata banne pag gothan sudhina thai gaya pan ten -
Thayun sarun, kavitana charan dai amane dodavya.


Amane doḍāvyā

Kṣhitije ghās jevī līlī kṣhaṇ daī amane doḍāvyā;
Amārāmān j īchchhānān haraṇ daī amane doḍāvyā. Ame kyān jaī rahyā, kyān phonchashun,enī khabar kyān chhe,
Amārī faratun kāyam āvaraṇ daī amane doḍāvyā
. Dīdhun chhe ek to bekābū mana, nā hāth rahenārun,
Vaḷī emān salūṇī sānbharaṇ daī amane doḍāvyā. Ahīn ā rāmagirinī ṭoch parathī chhek alakā laga,
Aṣhāḍhī sānjanun vātāvaraṇ daī amane doḍāvyā.

Badhāne doḍavā māṭe dīdhān sapanān ne āshāo,
Ame kamabhāgī ke nā kanī paṇ daī amane doḍāvyā. Khabar jo hot ke āvun rūpāḷun chhe to nā bhāgata,
Satat nāhakanun ten vānse maraṇ daī amane doḍāvyā.

Ghasātā banne pag goṭhaṇ sudhīnā thaī gayā paṇ ten –
Thayun sārun, kavitānā charaṇ daī amane doḍāvyā.


Source : મનોજ ખંડેરિયા