આપણે જ્યારે જીવનમાં - Apane Jyare Jivanaman - Gujarati

આપણે જ્યારે જીવનમાં

કેટલા હસમુખ હતા ને કેવા દિવાના હતા
આપણે જ્યારે જીવનમાં એક બીજાના હતા

મંદિરો ને મસ્જિદોમાં જીવ ક્યાંથી લાગશે?
રસ્તે રસ્તે જ્યાં સફરમાં એના મયખાના હતા

આપને યાદ આવે તો મને યાદ આપજો
મારે શું કહેવું હતું? શું આપ કહેવાના હતા?

કેટલું સમજાવશે એ લોકને તું પણ અદી
તારા પોતાના તને ક્યાંથી સમજવાના હતા?


आपणे ज्यारे जीवनमां

केटला हसमुख हता ने केवा दिवाना हता
आपणे ज्यारे जीवनमां एक बीजाना हता

मंदिरो ने मस्जिदोमां जीव क्यांथी लागशे?
रस्ते रस्ते ज्यां सफरमां एना मयखाना हता

आपने याद आवे तो मने याद आपजो
मारे शुं कहेवुं हतुं? शुं आप कहेवाना हता?

केटलुं समजावशे ए लोकने तुं पण अदी
तारा पोताना तने क्यांथी समजवाना हता?


Apane Jyare Jivanaman

Ketala hasamukh hata ne keva divana hata
Apane jyare jivanaman ek bijana hata

Mandiro ne masjidoman jiv kyanthi lagashe? Raste raste jyan safaraman ena mayakhana hata

Apane yad ave to mane yad apajo
Mare shun kahevun hatun? Shun ap kahevana hata?

Ketalun samajavashe e lokane tun pan adi
Tara potana tane kyanthi samajavana hata?


Āpaṇe jyāre jīvanamān

Keṭalā hasamukh hatā ne kevā divānā hatā
Āpaṇe jyāre jīvanamān ek bījānā hatā

Mandiro ne masjidomān jīv kyānthī lāgashe? Raste raste jyān safaramān enā mayakhānā hatā

Āpane yād āve to mane yād āpajo
Māre shun kahevun hatun? Shun āp kahevānā hatā?

Keṭalun samajāvashe e lokane tun paṇ adī
Tārā potānā tane kyānthī samajavānā hatā?


Source : સ્વર અને સંગીતઃ મનહર ઉધાસ
રચનાઃ અદી મિર્ઝા