આષાઢી સાંજના - Ashadhi Sanjana - Lyrics

આષાઢી સાંજના

આષાઢી સાંજનાં અંબર ગાજે
અંબર ગાજે, મેઘાડંબર ગાજે!

માતેલા મોરલાના ટૌકા બોલે
ટૌકા બોલે, ધીરી ઢેલડ ડોલે

ગરવા ગોવાળિયાના પાવા વાગે
પાવા વાગે, સૂતી ગોપી જાગે

વીરાની વાડીઓમાં અમૃત રેલે
અમૃત રેલે, ભાભી ઝરમર ઝીલે

ભાભીની રાતીચોળ ચૂંદડ ભીંજે
ચૂંદડ ભીંજે, ખોળે બેટો રીઝે

આષાઢી સાંજનાં અંબર ગાજે
અંબર ગાજે, મેઘાડંબર ગાજે!

-ઝવેરચંદ મેઘાણી


Ashadhi Sanjana

Ashadhi sanjanan anbar gaje
Anbar gaje, meghadanbar gaje!

Matel moralan tauk bole
Tauk bole, dhiri dhelad dole

Garav govaliyan pav vage
Pav vage, suti gopi jage

Virani vadioman amrut rele
Amrut rele, bhabhi zaramar zile

Bhabhini ratichol chundad bhinje
Chundad bhinje, khole beto rize

Ashadhi sanjanan anbar gaje
Anbar gaje, meghadanbar gaje!

-Zaverachanda Meghani