આઠે પ્રહર ખુશાલી - Athe Prahar Khushali - Lyrics

આઠે પ્રહર ખુશાલી

અમ પ્રેમીઓના જીવનમાં વસી છે, આ સૌંદર્યસૃષ્ટિની જાહોજલાલી;
ઘટે જો ધરા તો બને દિલનો પાલવ, ઘટે જો ગગન તો બને નૈન-પ્યાલી.

અમે તો કવિ કાળને નાથનારા, અમારે તો આઠે પ્રહર છે ખુશાલી;
આ બળબળતું હૈયું, આ ઝગમગતાં નયનો, ગમે ત્યારે હોળી, ગમે ત્યાં દિવાળી.

મરણને જીવનનો ઈજારો સમર્પી, ફનાને અમરતાની આપી બહાલી;
સુરક્ષિત રહે એનાં સર્જન-રહસ્યો, એ ખાતર વિધાતા ગયો ચાલ ચાલી.

હજારો પથિક આ તિમિર-ઘેર્યા પથ પર, વિના તેજ અટવાઈ વલખી રહ્યાં છે;
જલાવી દે જીવન! નયન-દીપ તારાં, બનાવી દે બળતા હૃદયને મશાલી.

કોઈના સ્મરણમાં નયનને નિચોવી, મેં ટપકાવી જે બૂંદ રૂપે રસેલી;
બની એ પ્રણયની અમરતાનું સ્મારક, લઈ તાજની સર્વ જાહોજલાલી.

તિરસ્કૃત જીવન! આ તો છે મૃત્યુ-આંગણ, નથી કોઈના ઘરનો ઉંબર કે ડરીએ;
ગજું શું કે બેઠા પછી કાંઈ અહીંથી ઉઠાડે તને કે મને હાથ ઝાલી?

મને ગર્વ છે કે આ મારી ગરીબી, અમીરાતની અલ્પતાઓથી પર છે;
સિકંદરની મર્હૂમ કિસ્મતના સોગંદ, રહ્યા છે જીવનમાં સદા હાથ ખાલી.

તને એકમાંથી બહુની તમન્ના, બહુથી મને એક જોવાની ઇચ્છા;
કરે છે તું પ્યાલામાં ખાલી સુરાહી, કરું છું હું પ્યાલા સુરાહીમાં ખાલી.

બધાં નામનો નાશ નક્કી છે, કિંતુ, અમર નામ છે ‘શૂન્ય’ મારું જગતમાં:
ફના થઈને પણ શૂન્ય રહેવાનો હું તો, નહીં થાય મુજ નામની પાયમાલી.

-‘શૂન્ય’ પાલનપુરી


Athe Prahar Khushali

Am premion jivanaman vasi chhe, a saundaryasrushtini jahojalali;
Ghate jo dhar to bane dilano palava, ghate jo gagan to bane naina-pyali.

Ame to kavi kalane nathanara, amare to athe prahar chhe khushali;
A balabalatun haiyun, a zagamagatan nayano, game tyare holi, game tyan divali.

Maranane jivanano ijaro samarpi, fanane amaratani api bahali;
Surakshit rahe enan sarjana-rahasyo, e khatar vidhat gayo chal chali.

Hajaro pathik a timira-gherya path para, vin tej aṭavai valakhi rahyan chhe;
Jalavi de jivana! Nayana-dip taran, banavi de balat hrudayane mashali.

Koin smaranaman nayanane nichovi, men ṭapakavi je bunda rupe raseli;
Bani e pranayani amaratanun smaraka, lai tajani sarva jahojalali.

Tiraskrut jivana! A to chhe mrutyu-angana, nathi koin gharano unbar ke darie;
Gajun shun ke beth pachhi kani ahinthi uthade tane ke mane hath zali?

Mane garva chhe ke a mari garibi, amiratani alpataothi par chhe;
Sikandarani marhum kismatan soganda, rahya chhe jivanaman sad hath khali.

Tane ekamanthi bahuni tamanna, bahuthi mane ek jovani ichchha;
Kare chhe tun pyalaman khali surahi, karun chhun hun pyal surahiman khali.

Badhan namano nash nakki chhe, kintu, amar nam chhe ‘shunya’ marun jagataman:
Fan thaine pan shunya rahevano hun to, nahin thaya muj namani payamali.

-‘shunya’ palanapuri

Source: Mavjibhai