આત્મપરિચય - Atmaparichaya - Gujarati

આત્મપરિચય

[અનુષ્ટુપ]
‘તમારી જાતનો આપો તમે જાતે પરિચય.’
તમારું વાક્ય એ વાંચી મને આશ્ચર્ય ઊપજે.

જાતને જાણી છે કોણે કે હું જાણી શકું, સખે?
જાણે જે જાતને તેયે જણાવે નહિ અન્યને.

તથાપિ પૂછતા ત્યારે, મિત્રનું મન રાખવા;
જાણું-નાજાણું હું તોયે મથું ‘જાત જણાવવા.’

જન્મે બ્રાહ્મણ, વૃત્તિએ વૈશ્ય ને પ્રવૃત્તિએ
શુદ્ર છું; કલ્પના માંહે ક્ષત્રિયે હું બનું વળી!

શૈશવે ખેલતો ખેલો, શાળામાં ભણતો વળી,
બ્રહ્મચર્યાશ્રમે ત્યારે સ્થિતિ મારી ગણી હતી.

શાળાને છોડીને જ્યારે ‘સાળાની બહેન’ને વર્યો,
ગાર્હસ્થ્યે આશ્રમે જ્યેષ્ઠે તેદા પ્રેમે હું સંચર્યો.

પ્રભુતામાં ધર્યા પાદ; પૃથ્વીને રસ-પાટલે;
પયગમ્બર પ્રભુ કેરા પધાર્યા બે પછી ગૃહે.

દિનનાં કાર્ય આટોપી વાનપ્રસ્થ અનુભવું,
પારકાં કામ આવે ત્યાં સંન્યાસી હું બની રહું!

વર્ણાશ્રમ તણા આમ બધા હું ધર્મ પાળતો,
જાળવવા મથું નિત્યે આર્ય-સંસ્કૃતિ-વારસો.

અરિને મોદ અર્પન્તુ, દ્રવ્ય અર્પન્તુ વૈદ્યને
વહાલાને અર્પન્તુ ચિંતા, મને પીડા સમર્પતું,

પૃથ્વીયે ખેંચતી જેને બહુ જોર થકી નહિ–
ભારહિણું મને એવું ઈશે શરીર આપિયું,

રોગ ને સ્વાસ્થ્યની નિત્યે રણભૂમિ બની રહ્યું
એવું શરીર મારું, દવાઓથી ઘડાયેલું!

સોટી ને શિક્ષકો કેરા શાળા માંહે સમાગમે
વિદ્યા ને વેદના બે મેં એક સાથે જ મેળવ્યાં.

મન કેળવવા માટે દેહ વિદ્યાલયે પૂર્યો,
મન કિન્તુ રહ્યું ના ત્યાં, બ્રહ્માંડો ભટકી વળ્યું!

વિદ્યાને પામવા પહેલાં, અર્થનો વ્યય મેં કર્યો,
પછીથી અર્થને કાજે વિદ્યાવિક્રય આદર્યો.

ઘરમાં હોય ના કાંઈ, ક્ષુધા ત્યારે સતાવતી,
ભર્યું ભાણું નિહાળીને ભૂખ મારી મરી જતી.

વૃત્તિ મારી સદા એવી, હોય તે ના ચહે કદી,
હોય ના તે સદા માગે, મળ્યે માંગ્યુંય ના ગમે!

[ઉપજાતિ]
સાહિત્ય સંગીત કલા વિશે મેં
ધરી રુચિ, કિન્તુ ન સિદ્ધિ આવી.

ગાઉ ન હું કારણ માત્ર તેનું
આવે દયા કૈં સુણનાર કાનની.

કર્યું હતું એક જ વેળ જીવને
અપૂર્વ નૃત્ય વિના પ્રયાસે.

હું એકદા માર્ગ પરે નિરાંતે,
ઉઘાડપાદે ફરતો હતો ત્યાં

અર્ધી બળેલી બીડી કોક મૂ્ર્ખે
ફેંકી હતી તે પર પાદ મૂક્યો.

અને પછી નૃત્ય કરી ઊઠ્યો જે,
તેવું હજી નૃત્ય કર્યું ન કોઈએ!

સાહિત્યની કંટકવાડ ભેદવા
કરે ગ્રહી કાતર કાવ્ય કેરી,

પાડી છીંડું નાનકું એક ત્યાં હું
ખૂણે ઊભો, કાતર ફેંકી દીધી!

[અનુષ્ટુપ]
દેહ દાતણના જેવો, મન મર્કટના સમું
આત્મા કિન્તુ ગણું મારો વડો બ્રહ્માંડ જેવડો.

[શાર્દૂલ]
નાના રૂપ ધરી હું એમ ખીલવું માયામયી સૃષ્ટિને
ખેલું ખેલ અનન્ત સાન્ત જગમાં દિક્કાલને કંદુકે.

હું ચૈતન્યચૂડામણિ સકલ આ બ્રહ્માંડ વ્યાપી રહ્યો,
જે દેખાય, સુણાય, થાય જગમાં, તે સર્વ મારા થકી.

કુંજે કોકિલ કૂજતી કલરવે તે નાદ મારો નકી,
નિદ્રાભંગ કરંત શ્વાન ભસતાં, તેયે ક્રિયા માહરી.

દાતા હું જ સુવર્ણચંદ્રક તણો, લેનારયે હું જ છું,
હું કૂટસ્થ, અનન્ત બ્રહ્મ, મુજથી ના ભિન્ન લેશે કશું.

[અનુષ્ટુપ]
રજ્જુમાં સર્પની ભ્રાન્તિ થાય, તેમ તને સખે,
મહાજ્યોતિ પરબ્રહ્મ દીસે જ્યોતીન્દ્ર હ. દવે!


आत्मपरिचय

[अनुष्टुप]
‘तमारी जातनो आपो तमे जाते परिचय.’
तमारुं वाक्य ए वांची मने आश्चर्य ऊपजे.

जातने जाणी छे कोणे के हुं जाणी शकुं, सखे?
जाणे जे जातने तेये जणावे नहि अन्यने.

तथापि पूछता त्यारे, मित्रनुं मन राखवा;
जाणुं-नाजाणुं हुं तोये मथुं ‘जात जणाववा.’

जन्मे ब्राह्मण, वृत्तिए वैश्य ने प्रवृत्तिए
शुद्र छुं; कल्पना मांहे क्षत्रिये हुं बनुं वळी!

शैशवे खेलतो खेलो, शाळामां भणतो वळी,
ब्रह्मचर्याश्रमे त्यारे स्थिति मारी गणी हती.

शाळाने छोडीने ज्यारे ‘साळानी बहेन’ने वर्यो,
गार्हस्थ्ये आश्रमे ज्येष्ठे तेदा प्रेमे हुं संचर्यो.

प्रभुतामां धर्या पाद; पृथ्वीने रस-पाटले;
पयगम्बर प्रभु केरा पधार्या बे पछी गृहे.

दिननां कार्य आटोपी वानप्रस्थ अनुभवुं,
पारकां काम आवे त्यां संन्यासी हुं बनी रहुं!

वर्णाश्रम तणा आम बधा हुं धर्म पाळतो,
जाळववा मथुं नित्ये आर्य-संस्कृति-वारसो.

अरिने मोद अर्पन्तु, द्रव्य अर्पन्तु वैद्यने
वहालाने अर्पन्तु चिंता, मने पीडा समर्पतुं,

पृथ्वीये खेंचती जेने बहु जोर थकी नहि–
भारहिणुं मने एवुं ईशे शरीर आपियुं,

रोग ने स्वास्थ्यनी नित्ये रणभूमि बनी रह्युं
एवुं शरीर मारुं, दवाओथी घडायेलुं!

सोटी ने शिक्षको केरा शाळा मांहे समागमे
विद्या ने वेदना बे में एक साथे ज मेळव्यां.

मन केळववा माटे देह विद्यालये पूर्यो,
मन किन्तु रह्युं ना त्यां, ब्रह्मांडो भटकी वळ्युं!

विद्याने पामवा पहेलां, अर्थनो व्यय में कर्यो,
पछीथी अर्थने काजे विद्याविक्रय आदर्यो.

घरमां होय ना कांई, क्षुधा त्यारे सतावती,
भर्युं भाणुं निहाळीने भूख मारी मरी जती.

वृत्ति मारी सदा एवी, होय ते ना चहे कदी,
होय ना ते सदा मागे, मळ्ये मांग्युंय ना गमे!

[उपजाति]
साहित्य संगीत कला विशे में
धरी रुचि, किन्तु न सिद्धि आवी.

गाउ न हुं कारण मात्र तेनुं
आवे दया कैं सुणनार काननी.

कर्युं हतुं एक ज वेळ जीवने
अपूर्व नृत्य विना प्रयासे.

हुं एकदा मार्ग परे निरांते,
उघाडपादे फरतो हतो त्यां

अर्धी बळेली बीडी कोक मू्र्खे
फेंकी हती ते पर पाद मूक्यो.

अने पछी नृत्य करी ऊठ्यो जे,
तेवुं हजी नृत्य कर्युं न कोईए!

साहित्यनी कंटकवाड भेदवा
करे ग्रही कातर काव्य केरी,

पाडी छींडुं नानकुं एक त्यां हुं
खूणे ऊभो, कातर फेंकी दीधी!

[अनुष्टुप]
देह दातणना जेवो, मन मर्कटना समुं
आत्मा किन्तु गणुं मारो वडो ब्रह्मांड जेवडो.

[शार्दूल]
नाना रूप धरी हुं एम खीलवुं मायामयी सृष्टिने
खेलुं खेल अनन्त सान्त जगमां दिक्कालने कंदुके.

हुं चैतन्यचूडामणि सकल आ ब्रह्मांड व्यापी रह्यो,
जे देखाय, सुणाय, थाय जगमां, ते सर्व मारा थकी.

कुंजे कोकिल कूजती कलरवे ते नाद मारो नकी,
निद्राभंग करंत श्वान भसतां, तेये क्रिया माहरी.

दाता हुं ज सुवर्णचंद्रक तणो, लेनारये हुं ज छुं,
हुं कूटस्थ, अनन्त ब्रह्म, मुजथी ना भिन्न लेशे कशुं.

[अनुष्टुप]
रज्जुमां सर्पनी भ्रान्ति थाय, तेम तने सखे,
महाज्योति परब्रह्म दीसे ज्योतीन्द्र ह. दवे!


Atmaparichaya

[anushtupa]
‘tamari jatano apo tame jate parichaya.’
Tamarun vakya e vanchi mane ashcharya upaje.

Jatane jani chhe kone ke hun jani shakun, sakhe? Jane je jatane teye janave nahi anyane.

Tathapi puchhata tyare, mitranun man rakhava;
Janun-najanun hun toye mathun ‘jat janavava.’

Janme brahmana, vruttie vaishya ne pravruttie
Shudra chhun; kalpana manhe kshatriye hun banun vali!

Shaishave khelato khelo, shalaman bhanato vali,
Brahmacharyashrame tyare sthiti mari gani hati.

Shalane chhodine jyare 'salani bahena’ne varyo,
Garhasthye ashrame jyeshthe teda preme hun sancharyo.

Prabhutaman dharya pada; pruthvine rasa-patale;
Payagambar prabhu kera padharya be pachhi gruhe.

Dinanan karya atopi vanaprasth anubhavun,
Parakan kam ave tyan sannyasi hun bani rahun!

Varnashram tana am badha hun dharma palato,
Jalavava mathun nitye arya-sanskruti-varaso.

Arine mod arpantu, dravya arpantu vaidyane
Vahalane arpantu chinta, mane pida samarpatun,

Pruthviye khenchati jene bahu jor thaki nahi-
Bharahinun mane evun ishe sharir apiyun,

Rog ne swasthyani nitye ranabhumi bani rahyun
Evun sharir marun, davaothi ghadayelun!

Soti ne shikshako kera shala manhe samagame
Vidya ne vedana be men ek sathe j melavyan.

Man kelavava mate deh vidyalaye puryo,
Man kintu rahyun na tyan, brahmando bhataki valyun!

Vidyane pamava pahelan, arthano vyaya men karyo,
Pachhithi arthane kaje vidyavikraya adaryo.

Gharaman hoya na kani, kshudha tyare satavati,
Bharyun bhanun nihaline bhukh mari mari jati.

Vrutti mari sada evi, hoya te na chahe kadi,
Hoya na te sada mage, malye mangyunya na game!

[upajati]
Sahitya sangit kala vishe men
Dhari ruchi, kintu n siddhi avi.

Gau n hun karan matra tenun
Ave daya kain sunanar kanani.

Karyun hatun ek j vel jivane
Apurva nrutya vina prayase.

Hun ekada marga pare nirante,
Ughadapade farato hato tyan

Ardhi baleli bidi kok murkhe
Fenki hati te par pad mukyo.

Ane pachhi nrutya kari uthyo je,
Tevun haji nrutya karyun n koie!

Sahityani kantakavad bhedava
Kare grahi katar kavya keri,

Padi chhindun nanakun ek tyan hun
Khune ubho, katar fenki didhi!

[anushtupa]
Deh datanana jevo, man markatana samun
Atma kintu ganun maro vado brahmanda jevado.

[shardula]
Nana rup dhari hun em khilavun mayamayi srushtine
Khelun khel ananta santa jagaman dikkalane kanduke.

Hun chaitanyachudamani sakal a brahmanda vyapi rahyo,
Je dekhaya, sunaya, thaya jagaman, te sarva mara thaki.

Kunje kokil kujati kalarave te nad maro naki,
Nidrabhanga karanta shvan bhasatan, teye kriya mahari.

Data hun j suvarnachandrak tano, lenaraye hun j chhun,
Hun kutastha, ananta brahma, mujathi na bhinna leshe kashun.

[anushtupa]
Rajjuman sarpani bhranti thaya, tem tane sakhe,
Mahajyoti parabrahma dise jyotindra ha. Dave!


Ātmaparichaya

[anuṣhṭupa]
‘tamārī jātano āpo tame jāte parichaya.’
Tamārun vākya e vānchī mane āshcharya ūpaje.

Jātane jāṇī chhe koṇe ke hun jāṇī shakun, sakhe? Jāṇe je jātane teye jaṇāve nahi anyane.

Tathāpi pūchhatā tyāre, mitranun man rākhavā;
Jāṇun-nājāṇun hun toye mathun ‘jāt jaṇāvavā.’

Janme brāhmaṇa, vṛuttie vaishya ne pravṛuttie
Shudra chhun; kalpanā mānhe kṣhatriye hun banun vaḷī!

Shaishave khelato khelo, shāḷāmān bhaṇato vaḷī,
Brahmacharyāshrame tyāre sthiti mārī gaṇī hatī.

Shāḷāne chhoḍīne jyāre ‘sāḷānī bahena’ne varyo,
Gārhasthye āshrame jyeṣhṭhe tedā preme hun sancharyo.

Prabhutāmān dharyā pāda; pṛuthvīne rasa-pāṭale;
Payagambar prabhu kerā padhāryā be pachhī gṛuhe.

Dinanān kārya āṭopī vānaprasth anubhavun,
Pārakān kām āve tyān sannyāsī hun banī rahun!

Varṇāshram taṇā ām badhā hun dharma pāḷato,
Jāḷavavā mathun nitye ārya-sanskṛuti-vāraso.

Arine mod arpantu, dravya arpantu vaidyane
Vahālāne arpantu chintā, mane pīḍā samarpatun,

Pṛuthvīye khenchatī jene bahu jor thakī nahi–
Bhārahiṇun mane evun īshe sharīr āpiyun,

Rog ne swāsthyanī nitye raṇabhūmi banī rahyun
Evun sharīr mārun, davāothī ghaḍāyelun!

Soṭī ne shikṣhako kerā shāḷā mānhe samāgame
Vidyā ne vedanā be men ek sāthe j meḷavyān.

Man keḷavavā māṭe deh vidyālaye pūryo,
Man kintu rahyun nā tyān, brahmānḍo bhaṭakī vaḷyun!

Vidyāne pāmavā pahelān, arthano vyaya men karyo,
Pachhīthī arthane kāje vidyāvikraya ādaryo.

Gharamān hoya nā kānī, kṣhudhā tyāre satāvatī,
Bharyun bhāṇun nihāḷīne bhūkh mārī marī jatī.

Vṛutti mārī sadā evī, hoya te nā chahe kadī,
Hoya nā te sadā māge, maḷye māngyunya nā game!

[upajāti]
Sāhitya sangīt kalā vishe men
Dharī ruchi, kintu n siddhi āvī.

Gāu n hun kāraṇ mātra tenun
Āve dayā kain suṇanār kānanī.

Karyun hatun ek j veḷ jīvane
Apūrva nṛutya vinā prayāse.

Hun ekadā mārga pare nirānte,
Ughāḍapāde farato hato tyān

Ardhī baḷelī bīḍī kok mūrkhe
Fenkī hatī te par pād mūkyo.

Ane pachhī nṛutya karī ūṭhyo je,
Tevun hajī nṛutya karyun n koīe!

Sāhityanī kanṭakavāḍ bhedavā
Kare grahī kātar kāvya kerī,

Pāḍī chhīnḍun nānakun ek tyān hun
Khūṇe ūbho, kātar fenkī dīdhī!

[anuṣhṭupa]
Deh dātaṇanā jevo, man markaṭanā samun
Ātmā kintu gaṇun māro vaḍo brahmānḍa jevaḍo.

[shārdūla]
Nānā rūp dharī hun em khīlavun māyāmayī sṛuṣhṭine
Khelun khel ananta sānta jagamān dikkālane kanduke.

Hun chaitanyachūḍāmaṇi sakal ā brahmānḍa vyāpī rahyo,
Je dekhāya, suṇāya, thāya jagamān, te sarva mārā thakī.

Kunje kokil kūjatī kalarave te nād māro nakī,
Nidrābhanga karanta shvān bhasatān, teye kriyā māharī.

Dātā hun j suvarṇachandrak taṇo, lenāraye hun j chhun,
Hun kūṭastha, ananta brahma, mujathī nā bhinna leshe kashun.

[anuṣhṭupa]
Rajjumān sarpanī bhrānti thāya, tem tane sakhe,
Mahājyoti parabrahma dīse jyotīndra ha. Dave!


Source : જ્યોતીન્દ્ર હ. દવે