ભારત મનુકુલ મનનની ધારા - Bharat Manukul Mananani Dhara - Lyrics

ભારત મનુકુલ મનનની ધારા

ભારત નહિ નહિ વિન્ધ્ય હિમાલય
ભારત ઉન્નત નરવર
ભારત નહિ ગંગા નહિ યમુના
ભારત સંસ્કૃતિનિર્ઝર

ભારત નહિ વન નહિ ગિરિ ગહ્‌વર
ભારત આત્મની આરત
ભારત તપ્ત ગગન કે રણ નહિ
જીવનધૂપ જ ભારત

ભારત તે રત્નાગર રિદ્ધિ ન
ભારત સંતતિરત્ન
ભારત ષડ્ઋતુ ચક્ર ન ભારત
અવિરત પૌરુષયત્ન

ભારત ના લખચોરાસી કોષો
વિસ્તરતી જડભૂમિ
ભારત મૃદુ માટીથી ઘડ્યા ભડ
વીર પ્રાણની ઊર્મિ

ભારત એકાકી અવધૂત ન
કે ચિરનિરુદ્ધ કારા
ભારત જગની જમાત વચ્ચે
મનુકુલ મનનની ધારા

-ઉમાશંકર જોશી


Bharat Manukul Mananani Dhara

Bharat nahi nahi vindhya himalaya
bharat unnat naravara
Bharat nahi ganga nahi yamuna
bharat sanskrutinirzara

Bharat nahi van nahi giri gahvara
bharat atmani arata
Bharat tapṭa gagan ke ran nahi
jivanadhup j bharata

Bharat te ratnagar riddhi na
bharat santatiratna
Bharat shadhrutu chakra n bharata
avirat paurushayatna

Bharat n lakhachorasi kosho
vistarati jadabhumi
Bharat mrudu matithi ghadya bhada
vir pranani urmi

Bharat ekaki avadhut na
ke chiraniruddha kara
Bharat jagani jamat vachche
manukul mananani dhara

-umashankar joshi

Source: Mavjibhai