ભારી બેડાં ને નાજુકડી નાર - Bhari Bedan Ne Najukadi Nara - Gujarati

ભારી બેડાં ને નાજુકડી નાર

(ઈ.સ. ૧૯૨૮ના દેશી નાટક સમાજના નાટક ‘સત્તાના મદ’ના પ્રહસન વિભાગમાં
વૈકુંઠ અને ત્રિવેણી નામના પતિ-પત્નીના પાત્રોના કંઠે આ ગીત ગવાતું હતું.)

ત્રિ. હું…હું…હું… અરેરેરેરે, હાં.
વૈ. કેમ તે વળી શું થયું?
ત્રિ. કપાળ તમારા બાપાનું.
વૈ. મારા બાપાનું કપાળ તો આજકાલ બહુ તેજમાં છે. પણ તું રડે છે કેમ?
હં… પેલી જેઠી સાથે તારે રસ્તામાં તકરાર થઈ લાગે છે.
ત્રિ. ના ના. ને જેઠી, જમની સાથે મજૂરીનું કંઈ નથી.
વૈ. ત્યારે શું થયું પણ?
ત્રિ. આ બેડાંમાં ભાર કેટલો બધો બળ્યો છે. જાણે માથા ઉપર મોટો બધો ડુંગર.
વૈ. માથા ઉપર મોટો ડુંગર! અહોહોહોહો!

ત્રિ. ભારી બેડાં ને હું તો નાજુકડી નાર
ભારી બેડાં ને હું તો નાજુકડી નાર
કેમ કરી પાણીડાં ભરાય રે
ભમ્મરિયા કૂવાને કાંઠડે
કેમ કરી પાણીડાં ભરાય રે
ભમ્મરિયા કૂવાને કાંઠડે

વૈ. ત્યાં શું થાય છે વારુ?

ત્રિ. ગોરી નીચી ને ઊંચા કાંઠડા રે રાજ
ગોરી નીચી ને ઊંચા કાંઠડા હો રાજ

વૈ. પછે?

ત્રિ. ચડતાં કમ્મર લચકાય રે હાં ત્યાં
ચડતાં કમ્મર લચકાય રે
ભમ્મરિયા કૂવાને કાંઠડે
ચડતાં કમ્મર લચકાય રે
ભમ્મરિયા કૂવાને કાંઠડે

વૈ. બહુ ત્રાસ થાય છે તને વારુ? કેમ કહે જોઉ.

ત્રિ. સરકે સાળુડાં નીર સીંચતા હો રાજ
સરકે સાળુડાં નીર સીંચતા રે રાજ
કોઈની નજર લાગી જાય રે

વૈ. ભમ્મરિયા કૂવાને કાંઠડે
ત્રિ. કોઈની નજર લાગી જાય રે
વૈ. ભમ્મરિયા કૂવાને કાંઠડે

વૈ. પાણી પાણી થઈ જતી
એવાં પાણી ભરવા કાજ
રસીલી ના જતી

પાણી પાણી થઈ જતી
એવાં પાણી ભરવા કાજ
રસીલી ના જતી

ત્રિ. તો પછી ઘરનું બધું કામ કોણ કરશે?

વૈ. આ ગુલામ કરશે. બીજું કોણ કરશે?

સ્ત્રીના સુખને કારણે પુરુષ થાય કુરેબાન
તો પાણી ભરવા વળી શું ઝાઝું નૂકશાન?

ત્રિ. લોકોમાં મશ્કરી થાય રે
ભમ્મરિયા કૂવાને કાંઠડે


भारी बेडां ने नाजुकडी नार

(ई.स. १९२८ना देशी नाटक समाजना नाटक ‘सत्ताना मद’ना प्रहसन विभागमां
वैकुंठ अने त्रिवेणी नामना पति-पत्नीना पात्रोना कंठे आ गीत गवातुं हतुं.)

त्रि. हुं…हुं…हुं… अरेरेरेरे, हां.
वै. केम ते वळी शुं थयुं?
त्रि. कपाळ तमारा बापानुं.
वै. मारा बापानुं कपाळ तो आजकाल बहु तेजमां छे. पण तुं रडे छे केम?
हं… पेली जेठी साथे तारे रस्तामां तकरार थई लागे छे.
त्रि. ना ना. ने जेठी, जमनी साथे मजूरीनुं कंई नथी.
वै. त्यारे शुं थयुं पण?
त्रि. आ बेडांमां भार केटलो बधो बळ्यो छे. जाणे माथा उपर मोटो बधो डुंगर.
वै. माथा उपर मोटो डुंगर! अहोहोहोहो!

त्रि. भारी बेडां ने हुं तो नाजुकडी नार
भारी बेडां ने हुं तो नाजुकडी नार
केम करी पाणीडां भराय रे
भम्मरिया कूवाने कांठडे
केम करी पाणीडां भराय रे
भम्मरिया कूवाने कांठडे

वै. त्यां शुं थाय छे वारु?

त्रि. गोरी नीची ने ऊंचा कांठडा रे राज
गोरी नीची ने ऊंचा कांठडा हो राज

वै. पछे?

त्रि. चडतां कम्मर लचकाय रे हां त्यां
चडतां कम्मर लचकाय रे
भम्मरिया कूवाने कांठडे
चडतां कम्मर लचकाय रे
भम्मरिया कूवाने कांठडे

वै. बहु त्रास थाय छे तने वारु? केम कहे जोउ.

त्रि. सरके साळुडां नीर सींचता हो राज
सरके साळुडां नीर सींचता रे राज
कोईनी नजर लागी जाय रे

वै. भम्मरिया कूवाने कांठडे
त्रि. कोईनी नजर लागी जाय रे
वै. भम्मरिया कूवाने कांठडे

वै. पाणी पाणी थई जती
एवां पाणी भरवा काज
रसीली ना जती

पाणी पाणी थई जती
एवां पाणी भरवा काज
रसीली ना जती

त्रि. तो पछी घरनुं बधुं काम कोण करशे?

वै. आ गुलाम करशे. बीजुं कोण करशे?

स्त्रीना सुखने कारणे पुरुष थाय कुरेबान
तो पाणी भरवा वळी शुं झाझुं नूकशान?

त्रि. लोकोमां मश्करी थाय रे
भम्मरिया कूवाने कांठडे


Bhari Bedan Ne Najukadi Nara

(i.sa. 1928na deshi natak samajana natak 'sattana mada’na prahasan vibhagaman
Vaikunth ane triveni namana pati-patnina patrona kanthe a git gavatun hatun.)

Tri. Hun…hun…hun… Arererere, han. Vai. Kem te vali shun thayun? Tri. Kapal tamara bapanun.
Vai. Mara bapanun kapal to ajakal bahu tejaman chhe. Pan tun rade chhe kema?
han… Peli jethi sathe tare rastaman takarar thai lage chhe. Tri. Na na. Ne jethi, jamani sathe majurinun kani nathi. Vai. Tyare shun thayun pana? Tri. A bedanman bhar ketalo badho balyo chhe. Jane matha upar moto badho dungara. Vai. Matha upar moto dungara! Ahohohoho!

Tri. Bhari bedan ne hun to najukadi nara
bhari bedan ne hun to najukadi nara
kem kari panidan bharaya re
bhammariya kuvane kanthade
kem kari panidan bharaya re
bhammariya kuvane kanthade

Vai. Tyan shun thaya chhe varu?

Tri. Gori nichi ne uncha kanthada re raja
gori nichi ne uncha kanthada ho raja

Vai. Pachhe?

Tri. Chadatan kammar lachakaya re han tyan
chadatan kammar lachakaya re
bhammariya kuvane kanthade
chadatan kammar lachakaya re
bhammariya kuvane kanthade

Vai. Bahu tras thaya chhe tane varu? Kem kahe jou.

Tri. Sarake saludan nir sinchata ho raja
sarake saludan nir sinchata re raja
koini najar lagi jaya re

Vai. Bhammariya kuvane kanthade
Tri. Koini najar lagi jaya re
Vai. Bhammariya kuvane kanthade

Vai. Pani pani thai jati
evan pani bharava kaja
rasili na jati

pani pani thai jati
evan pani bharava kaja
rasili na jati

Tri. To pachhi gharanun badhun kam kon karashe?

Vai. A gulam karashe. Bijun kon karashe?

strina sukhane karane purush thaya kurebana
to pani bharava vali shun zazun nukashana?

Tri. Lokoman mashkari thaya re
bhammariya kuvane kanthade


Bhārī beḍān ne nājukaḍī nāra

(ī.sa. 1928nā deshī nāṭak samājanā nāṭak ‘sattānā mada’nā prahasan vibhāgamān
Vaikunṭh ane triveṇī nāmanā pati-patnīnā pātronā kanṭhe ā gīt gavātun hatun.)

Tri. Hun…hun…hun… Arererere, hān. Vai. Kem te vaḷī shun thayun? Tri. Kapāḷ tamārā bāpānun.
Vai. Mārā bāpānun kapāḷ to ājakāl bahu tejamān chhe. Paṇ tun raḍe chhe kema?
han… Pelī jeṭhī sāthe tāre rastāmān takarār thaī lāge chhe. Tri. Nā nā. Ne jeṭhī, jamanī sāthe majūrīnun kanī nathī. Vai. Tyāre shun thayun paṇa? Tri. Ā beḍānmān bhār keṭalo badho baḷyo chhe. Jāṇe māthā upar moṭo badho ḍungara. Vai. Māthā upar moṭo ḍungara! Ahohohoho!

Tri. Bhārī beḍān ne hun to nājukaḍī nāra
bhārī beḍān ne hun to nājukaḍī nāra
kem karī pāṇīḍān bharāya re
bhammariyā kūvāne kānṭhaḍe
kem karī pāṇīḍān bharāya re
bhammariyā kūvāne kānṭhaḍe

Vai. Tyān shun thāya chhe vāru?

Tri. Gorī nīchī ne ūnchā kānṭhaḍā re rāja
gorī nīchī ne ūnchā kānṭhaḍā ho rāja

Vai. Pachhe?

Tri. Chaḍatān kammar lachakāya re hān tyān
chaḍatān kammar lachakāya re
bhammariyā kūvāne kānṭhaḍe
chaḍatān kammar lachakāya re
bhammariyā kūvāne kānṭhaḍe

Vai. Bahu trās thāya chhe tane vāru? Kem kahe jou.

Tri. Sarake sāḷuḍān nīr sīnchatā ho rāja
sarake sāḷuḍān nīr sīnchatā re rāja
koīnī najar lāgī jāya re

Vai. Bhammariyā kūvāne kānṭhaḍe
Tri. Koīnī najar lāgī jāya re
Vai. Bhammariyā kūvāne kānṭhaḍe

Vai. Pāṇī pāṇī thaī jatī
evān pāṇī bharavā kāja
rasīlī nā jatī

pāṇī pāṇī thaī jatī
evān pāṇī bharavā kāja
rasīlī nā jatī

Tri. To pachhī gharanun badhun kām koṇ karashe?

Vai. Ā gulām karashe. Bījun koṇ karashe?

strīnā sukhane kāraṇe puruṣh thāya kurebāna
to pāṇī bharavā vaḷī shun zāzun nūkashāna?

Tri. Lokomān mashkarī thāya re
bhammariyā kūvāne kānṭhaḍe


Source : ક્લીક કરો અને સાંભળો
આ ઐતિહાસિક અલભ્ય રેકોર્ડિંગ