ભુલી જવાનો હું જ, એ કહેતા હતા મને - Bhuli Javano Hu Ja, Ae Kaheta Hata Mane - Lyrics

ભુલી જવાનો હું જ, એ કહેતા હતા મને

ભુલી જવાનો હું જ, એ કહેતા હતા મને,
એવું કહીને એજ તો ભુલી ગયા મને.

પૂછ્યું નથી શું કોઇએ, મારા વિશે કશું?
તારા વિશે તો કેટલું પૂછે બધા મને!

ખોબો ભરીને ક્યાંયથી, પીવા મળ્યું નહિ,
દરિયો મળ્યો છે આમ તો, ડૂબી જવા મને.

થાકી ગયો તો ખૂબ કે ચાલી શકત ન હું,
સારું થયું કે લોક સહુ ઊંચકી ગયા મને.
– કૈલાસ પંડિત


Bhuli Javano Hu Ja, Ae Kaheta Hata Mane

Bhulī javāno hun ja, e kahetā hatā mane,
Evun kahīne ej to bhulī gayā mane.

Pūchhyun nathī shun koie, mārā vishe kashun? Tārā vishe to keṭalun pūchhe badhā mane!

Khobo bharīne kyānyathī, pīvā maḷyun nahi,
Dariyo maḷyo chhe ām to, ḍūbī javā mane.

Thākī gayo to khūb ke chālī shakat n hun,
Sārun thayun ke lok sahu ūnchakī gayā mane.
– Kailās Panḍita