ચાંદો ઊગ્યો ચોકમાં - Chando Ugyo Chok Ma - Gujarati & English Lyrics

ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ ! ચાંદો ઊગ્યો ચોકમાં,
એ લેરીડા ! હરણ્યું આથમી રે હાલાર શેરમાં અરજણિયા !

ઝાંપે તારી ઝૂંપડી ઘાયલ ઝાંપે તારી ઝૂંપડી,
એ લેરીડા ! આવતાં જાતાંનો નેડો લાગ્યો અરજણિયા !

ભેસું તારી ભાલમાં ધાયલ ! ભેંસું તારી ભાલમાં,
એ લેરીડા ! પાડરું પાંચાળમાં ઝોલાં ખાય રે અરજણિયા !

ગાયું તારી ગોદરે ઘાયલ ! ગાયું તારો ગોંદરે,
એ લરીડા ! વાછરું વઢિયારમાં ઝોલાં ખાય રે અરજણિયા !

પાવો વગાડ્ય મા ઘાયલ ! પાવો વગાડ્ય મા,
એ લેરીડા ! પાવો પરણેતર ઘરમાં સાંભળે અરજણિયા !

ખંભે તારે ખેસડો ઘાયલ ! ખંભ તારે ખેસડો,
એ લરીડા ! તેદુનો છાંડલ અમારો નેસડો અરજણિયા !

તારે મારે ઠીક છે ઘાયલ ! તારે મારે ઠીક છે.
એ લેરીડા ! ઠીકને ઠેકાણે વેલો આવજે અરજણિયા !

લીલો સાહટિયા ઘાયલ ! લીલી સાહટિયો,
એ લેરીડા ! લીલ સાહટિયે મોજું માણશું અરજણિયા !

Chando Ugyo Chok Ma

Chando ugyo chokaman ghayal ! Chando ugyo chokaman,
E lerid ! Haranyun athami re halar sheraman arajaniya !

Zanpe tari zunpadi ghayal zanpe tari zunpadi,
E lerid ! Avatan jatanno nedo lagyo arajaniya !

Bhesun tari bhalaman dhayal ! Bhensun tari bhalaman,
E lerid ! Padarun panchalaman zolan khaya re arajaniya !

Gayun tari godare ghayal ! Gayun taro gondare,
E larid ! Vachharun vadhiyaraman zolan khaya re arajaniya !

Pavo vagadya m ghayal ! Pavo vagadya ma,
E lerid ! Pavo paranetar gharaman sanbhale arajaniya !

Khanbhe tare khesado ghayal ! Khanbha tare khesado,
E larid ! Teduno chhandal amaro nesado arajaniya !

Tare mare thik chhe ghayal ! Tare mare thik chhe.
E lerid ! Thikane thekane velo avaje arajaniya !

Lilo sahatiya ghayal ! Lili sahatiyo,
E lerid ! Lil sahatiye mojun manashun arajaniya !

Chando Ugyo Chokma Ghayal | Gujarati Lokgeet Song | Gujarati Love song| LALEN MUSIC. (2021, June 22). YouTube