ઢોલિડા ઢોલ તું ધીમે વગાડ ના - Dholida Dhol Tu Dhime Vagad Na - Lyrics

ઢોલીડા ઢોલ તું ધીમે વગાડ ના, ધીમે વગાડ ના

રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના

ધ્રૂજે ના ધરતી તો રમઝટ કહેવાય ના, રમઝટ કહેવાય ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના

પૂનમની રાતડી ને આંખડી ઘેરાય ના, આંખડી ઘેરાય ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના

હો…ચમકતી ચાલ અને ઘૂઘરી ઘમકાર
હો…નૂપુરના નાદ સાથે તાળીઓના તાલ

ગરબે ઘૂમતા માંને કોઈથી પહોંચાયના, કોઈથી પહોંચાય ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના

હો…વાંકડિયા વાળ અને ટીલડી લલાટ
હો…મોગરાની વેણીમાં શોભે ગુલાબ

નીરખી નીરખીને મારું મનડું ધરાય ના, મનડું ધરાય ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના

હો…સોળે શણગાર સજી, રૂપનો અંબાર બની
હો…પ્રેમનું આંજણ આંજી, આવી છે માડી મારી

આછી આછી ઓઢણીમાં રૂપ માંનુ માય ના, તેજ માંનુ માય ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના

ઢોલીડા ઢોલ તું ધીમે વગાડ ના, ધીમે વગાડ ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના

ḍholīḍā ḍhol tun dhīme vagāḍ nā, dhīme vagāḍ nā

Ḍholīḍā ḍhol tun dhīme vagāḍ nā, dhīme vagāḍ nā
Raḍhiyāḷī rātaḍīno joje ranga jāya nā, joje ranga jāya nā

Dhrūje nā dharatī to ramazaṭ kahevāya nā, ramazaṭ kahevāya nā
Raḍhiyāḷī rātaḍīno joje ranga jāya nā, joje ranga jāya nā

Pūnamanī rātaḍī ne ānkhaḍī gherāya nā, ānkhaḍī gherāya nā
Raḍhiyāḷī rātaḍīno joje ranga jāya nā, joje ranga jāya nā

Ho…chamakatī chāl ane ghūgharī ghamakāra
Ho…nūpuranā nād sāthe tāḷīonā tāla

Garabe ghūmatā mānne koīthī pahonchāyanā, koīthī pahonchāya nā
Raḍhiyāḷī rātaḍīno joje ranga jāya nā, joje ranga jāya nā

Ho…vānkaḍiyā vāḷ ane ṭīlaḍī lalāṭa
Ho…mogarānī veṇīmān shobhe gulāba

Nīrakhī nīrakhīne mārun manaḍun dharāya nā, manaḍun dharāya nā
Raḍhiyāḷī rātaḍīno joje ranga jāya nā, joje ranga jāya nā

Ho…soḷe shaṇagār sajī, rūpano anbār banī
Ho…premanun ānjaṇ ānjī, āvī chhe māḍī mārī

Āchhī āchhī oḍhaṇīmān rūp mānnu māya nā, tej mānnu māya nā