ધોવા દ્યો રઘુરાય - Dhova Dyo Raghuray - Lyrics

ધોવા દ્યો રઘુરાય,પ્રભુ મને શક પડ્યો મનમાંય,
તમારા પગ ધોવા દ્યો રઘુરાય જી.

રામ લક્ષ્મણ જાનકીજી, તીર ગંગાને જાયજી
નાવ માંગી નીર તરવા, ગુહ બોલ્યો ગમ ખાઈ…
પગ મને…

રજ તમારી કામણગારી, નાવ નારી થઈ જાયજી
તો તો અમારા રંક જનની, આજીવીકા ટળી જાય…
પગ મને…

જોઈ ચતુરાઈ ભીલ જનની, જાનકી મુસ્કાયજી
અભણ કેવું યાદ રાખે, ભણેલા ભૂલી જાય…
પગ મને…

દિન દયાળુ આ જગતમાં ગરજ કેવી ગણાયજી,
આપ જેવાને ઉભા રાખી પગ પખાળી જાયજી …
પગ મને…

નાવડીમાં બાવડી ઝાલી રામની ભીલરાયજી
પાર ઉતરી પૂછીયું શી લેશો તમે ઉતરાઈ…
પગ મને…

નાવની ઉતરાઈ ના લઈએ આપણે ધંધાભાઈજી
‘કાગ’ કહે કદી ખારવો ના લીયે ખારવાની ઉતરાઈ…
પગ મને…


Dhovā dyo raghurāya,prabhu mane shak paḍyo manamānya,
Tamārā pag dhovā dyo raghurāya jī.

Rām lakṣhmaṇ jānakījī, tīr gangāne jāyajī
Nāv māngī nīr taravā, guh bolyo gam khāī…
Pag mane…

Raj tamārī kāmaṇagārī, nāv nārī thaī jāyajī
To to amārā ranka jananī, ājīvīkā ṭaḷī jāya…
Pag mane…

Joī chaturāī bhīl jananī, jānakī muskāyajī
Abhaṇ kevun yād rākhe, bhaṇelā bhūlī jāya…
Pag mane…

Din dayāḷu ā jagatamān garaj kevī gaṇāyajī,
Āp jevāne ubhā rākhī pag pakhāḷī jāyajī …
Pag mane…

Nāvaḍīmān bāvaḍī zālī rāmanī bhīlarāyajī
Pār utarī pūchhīyun shī lesho tame utarāī…
Pag mane…

Nāvanī utarāī nā laīe āpaṇe dhandhābhāījī
‘kāga’ kahe kadī khāravo nā līye khāravānī utarāī…
Pag mane…