દુનિયા દીવાની કહેવાશે - Duniya Divani Kahevashe - Lyrics

દુનિયા દીવાની કહેવાશે

દુનિયા દીવાની કહેવાશે ભૂલી ભીંતોમાં ભટકાશે

પાપ એનું જ્યારે પ્રગટ થાશે ત્યારે ભુવા-જતિ ઘેર જાશે
ધુણી ધુણી એની ડોક જ દુઃખશે ને લેનારો ખૂબ ખાશે
દુનિયા દીવાની કહેવાશે ભૂલી ભીંતોમાં ભટકાશે

સ્વર્ગમાં નથી સુપડું નથી ખાંડણિયો ને ઘંટી
દુધ ચોખા જમનારા તમે કેમ કરી જમશો બંટી
દુનિયા દીવાની કહેવાશે ભૂલી ભીંતોમાં ભટકાશે

ઢોંગ કરી ધૂતવાને આવશે ત્યારે હાથ બતાવવા સૌ જાશે
ક્યારે એના કરમનું પાનું ફરશે ક્યારે સુખ જ થાશે
દુનિયા દીવાની કહેવાશે ભૂલી ભીંતોમાં ભટકાશે

કીમિયાગર કોઈ આવી મળે ત્યારે ધનને માટે ધાશે
ભોજો ભગત કહે ભ્રમણામાં ભમતાં ગાંઠની મૂડી ગુમાશે
દુનિયા દીવાની કહેવાશે ભૂલી ભીંતોમાં ભટકાશે

-ભોજો ભગત

Duniya Divani Kahevashe

Duniya divani kahevashe bhuli bhintoman bhaṭakashe

Pap enun jyare pragat thashe tyare bhuva-jati gher jashe
Dhuni dhuni eni dok j duahkhashe ne lenaro khub khashe
Duniya divani kahevashe bhuli bhintoman bhaṭakashe

Svargaman nathi supadun nathi khandaniyo ne ghanti
Dudh chokh jamanar tame kem kari jamasho banti
Duniya divani kahevashe bhuli bhintoman bhaṭakashe

Dhonga kari dhutavane avashe tyare hath batavav sau jashe
Kyare en karamanun panun farashe kyare sukh j thashe
Duniya divani kahevashe bhuli bhintoman bhaṭakashe

Kimiyagar koi avi male tyare dhanane mate dhashe
Bhojo bhagat kahe bhramanaman bhamatan ganṭhani mudi gumashe
Duniya divani kahevashe bhuli bhintoman bhaṭakashe

-Bhojo Bhagata