એક પડછયો અને
એક પડછયો અને –
વહેમ પણ કેવો અને –
આંખથી મોતી ઝર્યા ,
ખ્વાબમાં દરિયો અને –
મેં કહ્યું સોનું હતું ,
એ કરે તડકો અને –
કેટલા વરસો થયાં,
એજ છે રસ્તો અને –
યાદ છે એના વિશે,
એ બધી ખુશ્બો અને –
– કૈલાસ પંડિત
Ek Padchhayo Ane
Ek paḍachhayo ane –
Vahem paṇ kevo ane –
Ānkhathī motī zaryā ,
Khvābamān dariyo ane –
Men kahyun sonun hatun ,
E kare taḍako ane –
Keṭalā varaso thayān,
Ej chhe rasto ane –
Yād chhe enā vishe,
E badhī khushbo ane –
– Kailās Panḍita