એક તમારા મતને કારણ - Ek Tamar Matane Karana - Lyrics

એક તમારા મતને કારણ

એક તમારા મતને કારણ ખોટો ના ચૂંટાય એ જો જો
એક તમારા મતને કારણ સાચો ના રહી જાય એ જો જો

એક તમારા મતથી ખાટું મોળું શું થાશે જાણો છો?
એક ટીપાંથી આખે આખું દૂધ ન ફાટી જાય એ જો જો

એક તમારો મત મેળવવા કહેશે તારા તોડી લાવું?
રાહ જુઓ પણ ધોળે દાડે તારા ન દેખાય એ જો જો

એક તમારા મતની પળને સમજીને સાચવજો અથવા
પાંચ વરસ માટે છાતીમાં ડૂમો ના અટવાય એ જો જો

-કૃષ્ણ દવે


Ek Tamar Matane Karana

Ek tamar matane karan khoto n chuntaya e jo jo
Ek tamar matane karan sacho n rahi jaya e jo jo

Ek tamar matathi khatun molun shun thashe jano chho?
Ek tipanthi akhe akhun dudh n fati jaya e jo jo

Ek tamaro mat melavav kaheshe tar todi lavun?
Rah juo pan dhole dade tar n dekhaya e jo jo

Ek tamar matani palane samajine sachavajo athava
Pancha varas mate chhatiman dumo n aṭavaya e jo jo

-Krushna Dave

સ્વરઃ દર્શન ઠક્કર
Source: Mavjibhai