એવાં સન્મિત્ર સૌને મળો - Evan Sanmitra Saune Malo - Gujarati

એવાં સન્મિત્ર સૌને મળો

સુખદુઃખમાં સાથે રહે નિજ હર્ષશોક શમાવતા
અપમાન કરીએ તોય પણ મનમાં ન લેશે લાવતા
હિત હોય તે હૈયે ધરી પ્રીતે કરે પળવારમાં
એવાં, સકળ જનને મળો સન્મિત્ર આ સંસારમાં

કારણ વિના સંબંધ બાંધી પ્રેમ પૂર્ણ વધારતા
આ લોક ને પરલોકની સુખરૂપ વાત વિચારતા
ઉપદેશ આપે સદ્ગુણનો નિત્ય શુભ આકારમાં
એવાં, સકળ જનને મળો સન્મિત્ર આ સંસારમાં

પ્રિય પિંડના જે પાપ તે નરમાશમાં જ નિવારતા
મન જાય જો મર્યાદ લોપી વિનયથી તે વારતા
કોટિ કરે ઉપકાર પણ ભારે ન ભારે ભારમાં
એવાં, સકળ જનને મળો સન્મિત્ર આ સંસારમાં

જે દુર્ગુણો કે દ્વેષ દિનરાત મિત્રમાં દેખાય છે
તેને તજાવી યુક્તિથી ગુણમાં ગણાવી ગાય છે
ભ્રમ, ભેદ, આળસ, ઊંઘને ખોદી કઢાવે ખારમાં
એવાં, સકળ જનને મળો સન્મિત્ર આ સંસારમાં

વિદ્યા વિનયથી યુક્ત સદ્ગુણમાં સદા જે લીન છે
પૂરા પરાક્રમવાન પણ પ્રેમમાં આધીન છે
ભાવે ભણાવે ભેદ જે ઘાટે કરી ઘરબારમાં
એવાં, સકળ જનને મળો સન્મિત્ર આ સંસારમાં

તનમન તણાં જે તાપને ટાળે વળી ક્ષણ એકમાં
હારી ગયા જો હોંશ તો ટોંકી રખાવે ટેકમાં
પાસે રહે પોતે, વળી વશમાં બધા વ્યવહારમાં
એવાં, સકળ જનને મળો સન્મિત્ર આ સંસારમાં

સાચાં સહોદરરૂપ શુભ નારીસમાન થઈ રહે
કડવાં કથોરાં વેણને સાકર સમાન કરી રહે
પ્રિય હોય તે પ્રેમે કરી પલળી રહે જે પ્યારમાં
એવાં, સકળ જનને મળો સન્મિત્ર આ સંસારમાં

જેને નિહાળી નયનમાંથી હર્ષનાં અશ્રુ ખરે
જેને મળીને હૃદય શાંત થઈ સદા સુખમાં ઠરે
અધિકાર રૂડાં મેળવે સરકાર કે દરબારમાં
એવાં, સકળ જનને મળો સન્મિત્ર આ સંસારમાં

શ્રીકૃષ્ણ અર્જુનને અને હનુમાન સીતાકાન્તને
વસુદેવના સુત સાંપડ્યાં કેશવ સુદામા શાન્તને
ઉપકાર કરવામાં રહે પાછળ નહિ પરમાર્થમાં
એવાં, સકળ જનને મળો સન્મિત્ર આ સંસારમાં


एवां सन्मित्र सौने मळो

सुखदुःखमां साथे रहे निज हर्षशोक शमावता
अपमान करीए तोय पण मनमां न लेशे लावता
हित होय ते हैये धरी प्रीते करे पळवारमां
एवां, सकळ जनने मळो सन्मित्र आ संसारमां

कारण विना संबंध बांधी प्रेम पूर्ण वधारता
आ लोक ने परलोकनी सुखरूप वात विचारता
उपदेश आपे सद्गुणनो नित्य शुभ आकारमां
एवां, सकळ जनने मळो सन्मित्र आ संसारमां

प्रिय पिंडना जे पाप ते नरमाशमां ज निवारता
मन जाय जो मर्याद लोपी विनयथी ते वारता
कोटि करे उपकार पण भारे न भारे भारमां
एवां, सकळ जनने मळो सन्मित्र आ संसारमां

जे दुर्गुणो के द्वेष दिनरात मित्रमां देखाय छे
तेने तजावी युक्तिथी गुणमां गणावी गाय छे
भ्रम, भेद, आळस, ऊंघने खोदी कढावे खारमां
एवां, सकळ जनने मळो सन्मित्र आ संसारमां

विद्या विनयथी युक्त सद्गुणमां सदा जे लीन छे
पूरा पराक्रमवान पण प्रेममां आधीन छे
भावे भणावे भेद जे घाटे करी घरबारमां
एवां, सकळ जनने मळो सन्मित्र आ संसारमां

तनमन तणां जे तापने टाळे वळी क्षण एकमां
हारी गया जो होंश तो टोंकी रखावे टेकमां
पासे रहे पोते, वळी वशमां बधा व्यवहारमां
एवां, सकळ जनने मळो सन्मित्र आ संसारमां

साचां सहोदररूप शुभ नारीसमान थई रहे
कडवां कथोरां वेणने साकर समान करी रहे
प्रिय होय ते प्रेमे करी पलळी रहे जे प्यारमां
एवां, सकळ जनने मळो सन्मित्र आ संसारमां

जेने निहाळी नयनमांथी हर्षनां अश्रु खरे
जेने मळीने हृदय शांत थई सदा सुखमां ठरे
अधिकार रूडां मेळवे सरकार के दरबारमां
एवां, सकळ जनने मळो सन्मित्र आ संसारमां

श्रीकृष्ण अर्जुनने अने हनुमान सीताकान्तने
वसुदेवना सुत सांपड्यां केशव सुदामा शान्तने
उपकार करवामां रहे पाछळ नहि परमार्थमां
एवां, सकळ जनने मळो सन्मित्र आ संसारमां


Evan Sanmitra Saune Malo

Sukhaduahkhaman sathe rahe nij harshashok shamavata
Apaman karie toya pan manaman n leshe lavata
Hit hoya te haiye dhari prite kare palavaraman
Evan, sakal janane malo sanmitra a sansaraman

Karan vina sanbanda bandhi prem purna vadharata
A lok ne paralokani sukharup vat vicharata
Upadesh ape sadgunano nitya shubh akaraman
Evan, sakal janane malo sanmitra a sansaraman

Priya pindana je pap te naramashaman j nivarata
Man jaya jo maryad lopi vinayathi te varata
Koti kare upakar pan bhare n bhare bharaman
Evan, sakal janane malo sanmitra a sansaraman

Je durguno ke dvesh dinarat mitraman dekhaya chhe
Tene tajavi yuktithi gunaman ganavi gaya chhe
Bhrama, bheda, alasa, unghane khodi kadhave kharaman
Evan, sakal janane malo sanmitra a sansaraman

Vidya vinayathi yukta sadgunaman sada je lin chhe
Pura parakramavan pan premaman adhin chhe
Bhave bhanave bhed je ghate kari gharabaraman
Evan, sakal janane malo sanmitra a sansaraman

Tanaman tanan je tapane tale vali kshan ekaman
Hari gaya jo honsh to tonki rakhave tekaman
Pase rahe pote, vali vashaman badha vyavaharaman
Evan, sakal janane malo sanmitra a sansaraman

Sachan sahodararup shubh narisaman thai rahe
Kadavan kathoran venane sakar saman kari rahe
Priya hoya te preme kari palali rahe je pyaraman
Evan, sakal janane malo sanmitra a sansaraman

Jene nihali nayanamanthi harshanan ashru khare
Jene maline hrudaya shanta thai sada sukhaman thare
Adhikar rudan melave sarakar ke darabaraman
Evan, sakal janane malo sanmitra a sansaraman

Shrikrushna arjunane ane hanuman sitakantane
Vasudevana sut sanpadyan keshav sudama shantane
Upakar karavaman rahe pachhal nahi paramarthaman
Evan, sakal janane malo sanmitra a sansaraman


Evān sanmitra saune maḷo

Sukhaduahkhamān sāthe rahe nij harṣhashok shamāvatā
Apamān karīe toya paṇ manamān n leshe lāvatā
Hit hoya te haiye dharī prīte kare paḷavāramān
Evān, sakaḷ janane maḷo sanmitra ā sansāramān

Kāraṇ vinā sanbanḍa bāndhī prem pūrṇa vadhāratā
Ā lok ne paralokanī sukharūp vāt vichāratā
Upadesh āpe sadguṇano nitya shubh ākāramān
Evān, sakaḷ janane maḷo sanmitra ā sansāramān

Priya pinḍanā je pāp te naramāshamān j nivāratā
Man jāya jo maryād lopī vinayathī te vāratā
Koṭi kare upakār paṇ bhāre n bhāre bhāramān
Evān, sakaḷ janane maḷo sanmitra ā sansāramān

Je durguṇo ke dveṣh dinarāt mitramān dekhāya chhe
Tene tajāvī yuktithī guṇamān gaṇāvī gāya chhe
Bhrama, bheda, āḷasa, ūnghane khodī kaḍhāve khāramān
Evān, sakaḷ janane maḷo sanmitra ā sansāramān

Vidyā vinayathī yukta sadguṇamān sadā je līn chhe
Pūrā parākramavān paṇ premamān ādhīn chhe
Bhāve bhaṇāve bhed je ghāṭe karī gharabāramān
Evān, sakaḷ janane maḷo sanmitra ā sansāramān

Tanaman taṇān je tāpane ṭāḷe vaḷī kṣhaṇ ekamān
Hārī gayā jo honsh to ṭonkī rakhāve ṭekamān
Pāse rahe pote, vaḷī vashamān badhā vyavahāramān
Evān, sakaḷ janane maḷo sanmitra ā sansāramān

Sāchān sahodararūp shubh nārīsamān thaī rahe
Kaḍavān kathorān veṇane sākar samān karī rahe
Priya hoya te preme karī palaḷī rahe je pyāramān
Evān, sakaḷ janane maḷo sanmitra ā sansāramān

Jene nihāḷī nayanamānthī harṣhanān ashru khare
Jene maḷīne hṛudaya shānta thaī sadā sukhamān ṭhare
Adhikār rūḍān meḷave sarakār ke darabāramān
Evān, sakaḷ janane maḷo sanmitra ā sansāramān

Shrīkṛuṣhṇa arjunane ane hanumān sītākāntane
Vasudevanā sut sānpaḍyān keshav sudāmā shāntane
Upakār karavāmān rahe pāchhaḷ nahi paramārthamān
Evān, sakaḷ janane maḷo sanmitra ā sansāramān


Source : કેશવલાલ હરિરામ ભટ્ટ