ફટ રે ભૂંડા! - Fat Re Bhunda! - Lyrics

ફટ રે ભૂંડા!

ફટ રે ભૂંડા!
સહજ સાથે તરવા આવી, ત્યાં તો ખેંચી જળમાં ઊંડા
જળ અજાણ્યાં, વ્હેણમાં વમળ, વસમી એની ઝીંક,
પૂર હિંડોળે હીંચકા લેતાં હૈયે આવે હીક,
તો યે તારો આ મારગ મૂકી જાતાં લાગે બીક.
કીધાં કેવા કામણ કૂડાં? ફટ રે ભૂંડા!

વાહ ગોરાં દે!
સાત જનમનો સહરા હું તો, શેનાં જળની વાતો,
નેહના સાગર નેણમાં નીરખ્યાં એની ભરતી આ તો!
પરવશ અંગે અંગ કરીને કીધ મને તણાતો,
નીકળશો શું સાવ કોરાં દે? વાહ ગોરાં દે!

-જતીન્દ્ર આચાર્ય


Fat Re Bhunda!

Fat re bhunda! Sahaj sathe tarav avi, tyan to khenchi jalaman unda
Jal ajanyan, vhenaman vamala, vasami eni zinka,
Pur hindole hinchak letan haiye ave hika,
To ye taro a marag muki jatan lage bika.
Kidhan kev kaman kudan? Fat re bhunda!

Vah goran de! Sat janamano sahar hun to, shenan jalani vato,
Nehan sagar nenaman nirakhyan eni bharati a to!
Paravash ange anga karine kidh mane tanato,
Nikalasho shun sav koran de? Vah goran de!

-Jatindra Acharya