ગાંધી અને કવિતા
એક દી એક કૃશ કાવ્ય
પહોંચ્યું ગાંધી આશ્રમે
નજરે એમને નિહાળવા.
બાપુ તો કાંતી રહ્યાં’તાં
દોરો પોતાનો રામ ભણી લંબાવતાં
ક્યાંથી દેખાય એને કાવ્ય
ઊભું જે બારણે વાટ જોતું ને
નથી પોતે ભજન એ ખ્યાલે ઝંખવાતું.
ખોંખારો ખાધો કાવ્યે
ને જોયું બાપુએ આડી નજરે
એ ચશ્માના કાચમાંથી જેણે
નરક પણ જોયું હતું.
‘કાંત્યું છે કદી તેં?’, પૂછ્યું બાપુએ
‘ક્યારે મેલાં ઉપાડ્યાં છે માથે?’
‘ક્યારે ય ધુમાડો ખાધો છે
વહેલી પરોઢના ચુલાનો?’
‘ભૂખમરો વેઠ્યો છે કદી?’
કાવ્ય કહે : ‘મારો જન્મ તો
થયો’તો જંગલમાં, કોઈ શિકારીના મુખમાં
ને ઉછેર માછીમારને ઝૂંપડે.
છતાં મને કોઈ કામ ન આવડે, હું તો બસ ગાઉં
પહેલા મેં ગાયું રાજદરબારોમાં
ને ત્યારે હતું હું મદમસ્ત, સૌંદર્યપૂંજ
પણ હવે રઝડું છું શેરીઓમાં
અડધું ભૂખે ચોડવાતું.’
‘સારું છે’ કહ્યું બાપુએ
વંકા સ્મિત સાથે, ‘પણ મૂકી દેવી પડશે
આ ટેવ ઘડી ઘડી
અઘરું બોલવાની.
જઈને ખેતરમાં સાંભળ
કોસ હાંકનારા બોલે છે શું.’
અને કાવ્ય થઈ ગ્યું ધાનનો દાણો
ખેતરમાં રાહ જોતો
કે ક્યારે ખેડુ આવે ને
તાજે છાંટણે ભીંજાયેલી
કોરી ધરતીને ખેડે.
(સચ્ચિદાનંદનની અંગ્રેજી કવિતાનું ગુજરાતી રૂપાંતર)
અનુવાદઃ માવજીભાઈ
Gandhi Ane Kavita
Ek di ek krush kavya
Pahonchyun gandhi ashrame
Najare emane nihalava.
Bapu to kanti rahyan’tan
Doro potano ram bhani lanbavatan
Kyanthi dekhaya ene kavya
Ubhun je barane vat jotun ne
Nathi pote bhajan e khyale zankhavatun.
Khonkharo khadho kavye
Ne joyun bapue adi najare
E chashman kachamanthi jene
Narak pan joyun hatun.
‘kantyun chhe kadi ten?’, puchhyun bapue
‘kyare melan upadyan chhe mathe?’
‘kyare ya dhumado khadho chhe
Vaheli parodhan chulano?’
‘bhukhamaro vethyo chhe kadi?’
Kavya kahe : ‘maro janma to
Thayo’to jangalaman, koi shikarin mukhaman
Ne uchher machhimarane zunpade.
Chhatan mane koi kam n avade, hun to bas gaun
Pahel men gayun rajadarabaroman
Ne tyare hatun hun madamasta, saundaryapunja
Pan have razadun chhun sherioman
Adadhun bhukhe chodavatun.’
‘sarun chhe’ kahyun bapue
Vanka smit sathe, ‘pan muki devi padashe
A tev ghadi ghadi
Agharun bolavani. Jaine khetaraman sanbhala
Kos hankanar bole chhe shun.’
Ane kavya thai gyun dhanano dano
Khetaraman rah joto
Ke kyare khedu ave ne
Taje chhanṭane bhinjayeli
Kori dharatine khede.
(sachchidanandanani angreji kavitanun gujarati rupantara)
Anuvadah: Mavajibhai