ઘડી માં રિસાવું ! ખરાં છો તમે - Ghadi Ma Risavu ! Khara Chho Tame - Lyrics

ઘડી માં રિસાવું ! ખરાં છો તમે

ઘડીમાં રિસાવું ! ખરાં છો તમે,
ફરીથી મનાવું ? ખરાં છો તમે.
હજી આવી બેઠાં ને ઊભાં થયાં ?
અમારાથી આવું ? ખરાં છો તમે.
ન પૂછો કશુંયે, ન બોલો કશું !
અમસ્તા મૂંઝાવું ? ખરાં છો તમે.
ન આવો છો મળવા, ન ઘરમાં રહો,
અમારે ક્યાં જાવું ? ખરાં છો તમે.
હતી ભાગ્યરેખા ભૂંસાઈ ગઈ,
નવી ક્યાંથી લાવું ? ખરાં છો તમે.
– કૈલાસ પંડિત


Ghadi Ma Risavu ! Khara Chho Tame

Ghaḍīmān risāvun ! Kharān chho tame,
Farīthī manāvun ? Kharān chho tame. Hajī āvī beṭhān ne ūbhān thayān ? Amārāthī āvun ? Kharān chho tame. N pūchho kashunye, n bolo kashun ! Amastā mūnzāvun ? Kharān chho tame. N āvo chho maḷavā, n gharamān raho,
Amāre kyān jāvun ? Kharān chho tame. Hatī bhāgyarekhā bhūnsāī gaī,
Navī kyānthī lāvun ? Kharān chho tame.
– Kailās Panḍita