# ઘેરૈયા સૌ ચાલો હોળી આવી રે - Gheraiyā Sau ChāLo Hoḷī āvī Re - Lyrics

**URL:** <https://gujarati.world/t/gheraiya-sau-chalo-ho-i-avi-re-lyrics/403>\
**Category:** બાળગીત - (Gujarati Rhymes)\
**Created:** [April 9, 2023, 7:10pm UTC](https://gujarati.world/t/gheraiya-sau-chalo-ho-i-avi-re-lyrics/403 "2023-04-09T19:10:01Z")\
**Posts on this page:** 2\
**Page:** 1

<div class="post-metadata">

**Author:** ![Divyesh92](https://gujarati.world/letter_avatar_proxy/v4/letter/d/c6cbf5/32.png) [@Divyesh92](https://gujarati.world/u/Divyesh92)\
**Post date:** [April 9, 2023, 7:10pm UTC](https://gujarati.world/t/gheraiya-sau-chalo-ho-i-avi-re-lyrics/403/1 "2023-04-09T19:10:01Z")

</div>

# ઘેરૈયા સૌ ચાલો હોળી આવી રે

ઘેરૈયા સૌ ચાલો હોળી આવી રે  
મસ્તીમાં સૌ મહાલો હોળી આવી રે

ઘેરૈયા સૌ ચાલો હોળી આવી રે  
મસ્તીમાં સૌ મહાલો હોળી આવી રે

ફાગણ આયો રંગ ભરીને  
ચાંદ પૂનમનો ચમક્યો  
ઢોલિડાનો ઢોલ ઘેરો  
ઢમઢમ ઢમઢમ ઢમક્યો

ગીતો ગાઓ નાચો હોળી આવી રે  
મસ્તીમાં સૌ મહાલો હોળી આવી રે

ઘેરૈયા સૌ ચાલો હોળી આવી રે  
મસ્તીમાં સૌ મહાલો હોળી આવી રે

ખજૂર, ટોપરાં, ધાણી  
દાળીયા ખાતાં સૌની સંગે  
અબીલ ગુલાલ ઉડાડી  
રંગ્યું આભ નવ નવ રંગે

રંગે રમવા ચાલો હોળી આવી રે  
મસ્તીમાં સૌ મહાલો હોળી આવી રે

ઘેરૈયા સૌ ચાલો હોળી આવી રે  
મસ્તીમાં સૌ મહાલો હોળી આવી રે

* * *

# Gheraiyā Sau ChāLo Hoḷī āvī Re

Gheraiyā sau chālo hoḷī āvī re  
Mastīmān sau mahālo hoḷī āvī re

Gheraiyā sau chālo hoḷī āvī re  
Mastīmān sau mahālo hoḷī āvī re

Fāgaṇ āyo ranga bharīne  
Chānda pūnamano chamakyo  
Ḍholiḍāno ḍhol ghero  
Ḍhamaḍham ḍhamaḍham ḍhamakyo

Gīto gāo nācho hoḷī āvī re  
Mastīmān sau mahālo hoḷī āvī re

Gheraiyā sau chālo hoḷī āvī re  
Mastīmān sau mahālo hoḷī āvī re

Khajūra, ṭoparān, dhāṇī  
Dāḷīyā khātān saunī sange  
Abīl gulāl uḍāḍī  
Rangyun ābh nav nav range

Range ramavā chālo hoḷī āvī re  
Mastīmān sau mahālo hoḷī āvī re

Gheraiyā sau chālo hoḷī āvī re  
Mastīmān sau mahālo hoḷī āvī re

Source: [Mavjibhai](https://gujaratibalgeet.wordpress.com/2018/05/09/55/)

---

<div class="post-metadata">

**Author:** ![Noor\_Hasina](https://gujarati.world/user_avatar/gujarati.world/noor_hasina/32/195_2.png) [@Noor\_Hasina](https://gujarati.world/u/Noor_Hasina)\
**Post date:** [April 23, 2024, 3:57am UTC](https://gujarati.world/t/gheraiya-sau-chalo-ho-i-avi-re-lyrics/403/2 "2024-04-23T03:57:18Z")

</div>

[//gujarati-world.s3.dualstack.us-west-1.amazonaws.com/uploads/original/1X/fa71acedcee25c36ebe205faec793d00ede274b4.mp3](https://gujarati-world.s3.dualstack.us-west-1.amazonaws.com/uploads/original/1X/fa71acedcee25c36ebe205faec793d00ede274b4.mp3)
