# છેટે છેટે ખોરડાં - Ghoghā Ghoghā Ghogh Salāma - Lyrics

**URL:** <https://gujarati.world/t/ghogha-ghogha-ghogh-salama-lyrics/393>\
**Category:** બાળગીત - (Gujarati Rhymes)\
**Created:** [April 9, 2023, 7:09pm UTC](https://gujarati.world/t/ghogha-ghogha-ghogh-salama-lyrics/393 "2023-04-09T19:09:59Z")\
**Posts on this page:** 2\
**Page:** 1

<div class="post-metadata">

**Author:** ![Divyesh92](https://gujarati.world/letter_avatar_proxy/v4/letter/d/c6cbf5/32.png) [@Divyesh92](https://gujarati.world/u/Divyesh92)\
**Post date:** [April 9, 2023, 7:09pm UTC](https://gujarati.world/t/ghogha-ghogha-ghogh-salama-lyrics/393/1 "2023-04-09T19:09:59Z")

</div>

# છેટે છેટે ખોરડાં

છેટે છેટે ખોરડાં, વચ્ચે ઊંચા ઓરડાં  
ઓરડાં ને ઓસરી  
રૂપાળી રૂપાળી આજુબાજુ જાળી  
જાળી પાસે ઝાડવા, તડકે છાયો પાડવા  
ઓસરીથી હેઠા, લોઢાના બે લાટા, એનું નામ પાટા

* * *

સ્થિર છતાં પણ ચાલ્યા જાય  
લાંબા લાંબા ચાલ્યા જાય  
આમ જાય, તેમ જાય  
જવું હોય તો ગામ જાય  
નદી હોય તો ટપી જાય  
ડુંગર હોય તો ઓળંગી જાય

એના પર ગાડી, દોડે દા’ડી દા’ડી  
આવે દોડતી કાળી, અરરરર માડી  
કેટલી બધી જાડી  
જાણે કોઠી આડી  
પૈડાં ઉપર પાડી

માથે મોટું ભૂંગળ બોલે ભખ ભખ  
ધુમાડો તો ધખ ધખ  
ચળકે કાચ ચક ચક  
ચાલી આવે સરરરર સટ

* * *

આવીને જ્યાં ઊભી રહે ત્યાં  
માણસોના ટોળે … ટોળાં  
ચડે ને ઉતરે…ચડે ને ઉતરે

વળી પાછો પાવો થાય  
ભખ છૂક છૂક થાય  
ગાડી ત્યાં તો ચાલી જાય  
ગાડી ત્યાં તો ચાલી જાય

* * *

એ જાય, એ જાય, એ જાય, એ જાય  
લાંબુ લાંબુ લંગર ને જંગલમાં મંગલ  
ફરતું ફરતું ચાલ્યું જાય  
સાંભળ્યું તેં બહેન, એનું નામ ટ્રેન!

* * *

# Chheṭe Chheṭe Khoraḍān

Chheṭe chheṭe khoraḍān, vachche ūnchā oraḍān  
Oraḍān ne osarī  
Rūpāḷī rūpāḷī ājubāju jāḷī  
Jāḷī pāse zāḍavā, taḍake chhāyo pāḍavā  
Osarīthī heṭhā, loḍhānā be lāṭā, enun nām pāṭā

* * *

Sthir chhatān paṇ chālyā jāya  
Lānbā lānbā chālyā jāya  
Ām jāya, tem jāya  
Javun hoya to gām jāya  
Nadī hoya to ṭapī jāya  
Ḍungar hoya to oḷangī jāya

Enā par gāḍī, doḍe dā’ḍī dā’ḍī  
Āve doḍatī kāḷī, arararar māḍī  
Keṭalī badhī jāḍī  
Jāṇe koṭhī āḍī  
Paiḍān upar pāḍī

Māthe moṭun bhūngaḷ bole bhakh bhakha  
Dhumāḍo to dhakh dhakha  
Chaḷake kāch chak chaka  
Chālī āve sarararar saṭa

* * *

Āvīne jyān ūbhī rahe tyān  
Māṇasonā ṭoḷe … Ṭoḷān  
Chaḍe ne utare…chaḍe ne utare

Vaḷī pāchho pāvo thāya  
Bhakh chhūk chhūk thāya  
Gāḍī tyān to chālī jāya  
Gāḍī tyān to chālī jāya

* * *

E jāya, e jāya, e jāya, e jāya  
Lānbu lānbu langar ne jangalamān mangala  
Faratun faratun chālyun jāya  
Sānbhaḷyun ten bahena, enun nām ṭrena!

Source: [Mavjibhai](https://gujaratibalgeet.wordpress.com/2018/05/08/45/)

---

<div class="post-metadata">

**Author:** ![Noor\_Hasina](https://gujarati.world/user_avatar/gujarati.world/noor_hasina/32/195_2.png) [@Noor\_Hasina](https://gujarati.world/u/Noor_Hasina)\
**Post date:** [April 23, 2024, 3:44am UTC](https://gujarati.world/t/ghogha-ghogha-ghogh-salama-lyrics/393/2 "2024-04-23T03:44:38Z")

</div>

[//gujarati-world.s3.dualstack.us-west-1.amazonaws.com/uploads/original/1X/ec2207fe8412bd0a7b2b96f2a3f03c465fa6c400.mp3](https://gujarati-world.s3.dualstack.us-west-1.amazonaws.com/uploads/original/1X/ec2207fe8412bd0a7b2b96f2a3f03c465fa6c400.mp3)
