‘હા અથવા ના’ માં જ જીવે છે - 'Ha Athava Na' Ma Ja Jive Chhe - Lyrics

‘હા અથવા ના’ માં જ જીવે છે

‘હા અથવા ના’ માં જ જીવે છે ,
એ ક્યાં એનામાં જ જીવે છે ?
હતો , હશે ને છે ની વચ્ચે
કેવળ અફવામાં જ જીવે છે.
સાદ પડે કે હાજર તુર્ત જ
જોયું ? પડઘામાં જ જીવે છે.
કાંઠા સાથે માથા ફોડે-
એતો મોજામાં જ જીવે છે,.
પડછાયો પણ ના અડવા દે,
એવા તડકામાં જ જીવે છે,.
હોવાનો છે આ હોબાળો,
ને એ હોવામાં જ જીવે છે.
– કૃષ્ણ દવે


‘Ha Athava Na’ Ma Ja Jive Chhe

'Hā athavā nā’ mān j jīve chhe ,
E kyān enāmān j jīve chhe ? Hato , hashe ne chhe nī vachche
Kevaḷ afavāmān j jīve chhe. Sād paḍe ke hājar turta ja
Joyun ? Paḍaghāmān j jīve chhe. Kānṭhā sāthe māthā foḍe-
Eto mojāmān j jīve chhe,. Paḍachhāyo paṇ nā aḍavā de,
Evā taḍakāmān j jīve chhe,. Hovāno chhe ā hobāḷo,
Ne e hovāmān j jīve chhe.
– Kṛuṣhṇa Dave