હાં હાં રે કોયલડી રિસાણી - Ha Ha Re Koyaldi Risani - Gujarati & English Lyrics

હાં હાં રે કોયલડી રિસાણી
મારા વીરની કોયલડી રિસાણી

એને કોણ મનાવવા જાય!
કોયલડી રિસાણી…
હાં હાં રે કોયલડી રિસાણી…

રથ જોડી નણદીબા નીસર્યાં
વળો વળો ભાભલડી ઘેર!
કોયલડી રિસાણી…
હાં હાં રે કોયલડી રિસાણી…

નણદી તમારી વાળી નેં વળું
કાંઈ આવે તમારો વીર!
કોયલડી રિસાણી…
હાં હાં રે કોયલડી રિસાણી…

મારી દોઢ બદામની ભાભલડી
કાંઈ લાખુંનો મારો વીર! કોયલડી રિસાણી…
હાં હાં રે કોયલડી રિસાણી…

Ha Ha Re Koyaldi Risani

Han han re koyaladi risani
Mar virani koyaladi risani

Ene kon manavav jaya!
Koyaladi risani…
Han han re koyaladi risani…

Rath jodi nanadib nisaryan
Valo valo bhabhaladi ghera!
Koyaladi risani…
Han han re koyaladi risani…

Nanadi tamari vali nen valun
Kani ave tamaro vira!
Koyaladi risani…
Han han re koyaladi risani…

Mari dodh badamani bhabhaladi
Kani lakhunno maro vira! Koyaladi risani…
Han han re koyaladi risani…