હક થી વધારે લેશ અમારે ન જોઈએ - Hak Thi Vadhare Lesh Amare Na Joia - Lyrics

હક થી વધારે લેશ અમારે ન જોઈએ

હકથી વધારે લેશ અમારે ન જોઈએ,
હક થાય છે તે આપો, વધારે ન જોઈએ.
મઝધારમાં થયું તે થયું વાત વહી ગઈ,
તૂફાનનો અજંપો કિનારે ન જોઈએ.
હૈયામાં એનો પડઘો પડે તો જ મૂલ્ય છે,
અલ્લાહનો અવાજ મિનારે ન જોઈએ.
સ્હેલાઈથી જે પાળી શકો એ જ ધર્મ છે,
નિયમ કોઈ તલવારની ધારે ન જોઈએ.
‘આઝાદ’ જિંદગીની મજા ઔર છે એ દોસ્ત,
આ જિંદગી પરાયે સહારે ન જોઈએ.
– કુતુબ આઝાદ


Hak Thi Vadhare Lesh Amare Na Joia

Hakathī vadhāre lesh amāre n joīe,
Hak thāya chhe te āpo, vadhāre n joīe. Mazadhāramān thayun te thayun vāt vahī gaī,
Tūfānano ajanpo kināre n joīe. Haiyāmān eno paḍagho paḍe to j mūlya chhe,
Allāhano avāj mināre n joīe. Shelāīthī je pāḷī shako e j dharma chhe,
Niyam koī talavāranī dhāre n joīe.
‘āzāda’ jindagīnī majā aur chhe e dosta,
Ā jindagī parāye sahāre n joīe.
– Kutub Azāda