હિંદમાતાને સંબોધન - Hindamatane Sanbodhana - Lyrics

હિંદમાતાને સંબોધન

ઓ હિંદ! દેવભૂમિ! સંતાન સૌ તમારાં
કરીએ મળીને વંદન! સ્વીકારજો અમારાં

હિંદુ અને મુસલમિન: વિશ્વાસી, પારસી, જિન
દેવી! સમાન રીતે સંતાન સૌ તમારાં

પોષો તમે સહુને, શુભ ખાનપાન બક્ષી
સેવા કરે બને તે સંતાન સૌ તમારાં

રોગી અને નીરોગી, નિર્ધન અને તવંગર
જ્ઞાની અને નિરક્ષર: સંતાન સૌ તમારાં

વાલ્મીકિ, વ્યાસ, નાનક, મીરાં, કબીર, તુલસી
અકબર, શિવાજી, માતા! સંતાન સૌ તમારાં

સૌની સમાન માતા, સૌએ સમાન તેથી
ના ઉચ્ચનીચ કોઈ સંતાન સૌ તમારાં

ચાહો બધાં પરસ્પર: સાહો બધાં પરસ્પર
એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારાં

-મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત


Hindamatane Sanbodhana

O hinda! Devabhumi! santan sau tamaran
Karie maline vandana! Svikarajo amaran

Hindu ane musalamina: vishvasi, parasi, jina
Devi! saman rite santan sau tamaran

Posho tame sahune, shubh khanapan bakshi
Sev kare bane te santan sau tamaran

Rogi ane nirogi, nirdhan ane tavangara
Jnyani ane nirakshara: santan sau tamaran

Valmiki, vyasa, nanaka, miran, kabira, tulasi
Akabara, shivaji, mata! santan sau tamaran

Sauni saman mata, saue saman tethi
N uchchanich koi santan sau tamaran

Chaho badhan paraspara: saho badhan paraspara
E prarthan kare a santan sau tamaran

-manishankar ratnaji bhatṭa - kanta

Source: Mavjibhai