હું હરતી ફરતી રસ્તે રઝળતી વાર્તા
હું હરતી ફરતી રસ્તે રઝળતી વાર્તા
હું હરતી ફરતી રસ્તે રઝળતી વાર્તા
નિરાધાર નારી ધારી મને આંખ્યું ના મચકારતા
હું રસ્તે રઝળતી વાર્તા
હું હરતી ફરતી રસ્તે રઝળતી વાર્તા
હું એ સીતા છું રામચંદ્રની વનમાં વિછુડાયેલી
હું શકુંતલા છું દુષ્યંતની પળમાં વિસરાયેલી
હું સતી અહલ્યા...
સતી અહલ્યા થઈને શલ્યા વન વેરાન પડેલી
હું દ્રૌપદી છું નિજ પતિને હાથે રમતે મૂકાયેલી
આ ભેદ-ભરમથી ભરપૂર નયના
જીવતાં આંસુ સારતાં
હું રસ્તે રઝળતી વાર્તા....
જગ સંબોધે 'જગદંબા' કહી કોઈ નથી પૂજારી
અરે! પૂજારીના પહેરવેશમાં જોયા મેં શિકારી
ટગર-ટગર શું જુઓ છો?
ટગર-ટગર શું જુઓ છો?
હું સર્જનની કરનારી
આજ મૂર્તિમંત વિસર્જન થઈને
માંગું ભીખ ભિખારી!
હું સવાલ છું, હું જવાબ છું
હું સવાલ છું, હું જવાબ છું
જેને કોઈ નથી વિચારતા
હું રસ્તે રઝળતી વાર્તા...
हुं हरती फरती रस्ते रझळती वार्ता
हुं हरती फरती रस्ते रझळती वार्ता
हुं हरती फरती रस्ते रझळती वार्ता
निराधार नारी धारी मने आंख्युं ना मचकारता
हुं रस्ते रझळती वार्ता
हुं हरती फरती रस्ते रझळती वार्ता
हुं ए सीता छुं रामचंद्रनी वनमां विछुडायेली
हुं शकुंतला छुं दुष्यंतनी पळमां विसरायेली
हुं सती अहल्या...
सती अहल्या थईने शल्या वन वेरान पडेली
हुं द्रौपदी छुं निज पतिने हाथे रमते मूकायेली
आ भेद-भरमथी भरपूर नयना
जीवतां आंसु सारतां
हुं रस्ते रझळती वार्ता....
जग संबोधे 'जगदंबा' कही कोई नथी पूजारी
अरे! पूजारीना पहेरवेशमां जोया में शिकारी
टगर-टगर शुं जुओ छो?
टगर-टगर शुं जुओ छो?
हुं सर्जननी करनारी
आज मूर्तिमंत विसर्जन थईने
मांगुं भीख भिखारी!
हुं सवाल छुं, हुं जवाब छुं
हुं सवाल छुं, हुं जवाब छुं
जेने कोई नथी विचारता
हुं रस्ते रझळती वार्ता...
Hun Harati Farati Raste Razalati Varta
Hun harati farati raste razalati varta
hun harati farati raste razalati varta
niradhar nari dhari mane ankhyun na machakarata
hun raste razalati varta
hun harati farati raste razalati varta
hun e sita chhun ramachandrani vanaman vichhudayeli
hun shakuntala chhun dushyantani palaman visarayeli
hun sati ahalya...
sati ahalya thaine shalya van veran padeli
hun draupadi chhun nij patine hathe ramate mukayeli
a bheda-bharamathi bharapur nayana
jivatan ansu saratan
hun raste razalati varta....
jag sanbodhe 'jagadanba' kahi koi nathi pujari
are! pujarina paheraveshaman joya men shikari
tagara-tagar shun juo chho?
tagara-tagar shun juo chho?
hun sarjanani karanari
aj murtimanta visarjan thaine
mangun bhikh bhikhari!
hun saval chhun, hun javab chhun
hun saval chhun, hun javab chhun
jene koi nathi vicharata
hun raste razalati varta...
Hun haratī faratī raste razaḷatī vārtā
Hun haratī faratī raste razaḷatī vārtā
hun haratī faratī raste razaḷatī vārtā
nirādhār nārī dhārī mane ānkhyun nā machakāratā
hun raste razaḷatī vārtā
hun haratī faratī raste razaḷatī vārtā
hun e sītā chhun rāmachandranī vanamān vichhuḍāyelī
hun shakuntalā chhun duṣhyantanī paḷamān visarāyelī
hun satī ahalyā...
satī ahalyā thaīne shalyā van verān paḍelī
hun draupadī chhun nij patine hāthe ramate mūkāyelī
ā bheda-bharamathī bharapūr nayanā
jīvatān ānsu sāratān
hun raste razaḷatī vārtā....
jag sanbodhe 'jagadanbā' kahī koī nathī pūjārī
are! pūjārīnā paheraveshamān joyā men shikārī
ṭagara-ṭagar shun juo chho?
ṭagara-ṭagar shun juo chho?
hun sarjananī karanārī
āj mūrtimanta visarjan thaīne
māngun bhīkh bhikhārī!
hun savāl chhun, hun javāb chhun
hun savāl chhun, hun javāb chhun
jene koī nathī vichāratā
hun raste razaḷatī vārtā...
Source : સ્વર: લતા મંગેશકર
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ મહેંદી રંગ લાગ્યો (૧૯૬૦)