હું સિવાય હસ્તી ન કોઈની!
(ગુલબંકી)
હું ઉદાર હું ગંભીર બુદ્ધિમાન સર્વથી
તેજવાન કીર્તિમાન કૈંકવાન કેટલા
ગુણો ગણાવું જ્યાં સમગ્ર ગુણો હુંને વર્યા!
ગફલતી મહીં વદું હું તો ય વેદવાક્ય તે;
સિંહગર્જને શમે જ શબ્દ અન્ય પ્રાણીના;
વેદવાક્ય પાસ અન્ય વાક્ય શી વિસાતમાં?
હું ગુણો રચું, ખચું, હું મૂલ્ય આંકું માનવી,
હું જીવું, જીવાડું અન્ય, હુંથી વિશ્વ સર્વ ધન્ય.
તુચ્છ વિશ્વ તુચ્છ ધર્મ નીતિસૂત્ર તુચ્છ સર્વ,
તુચ્છ છે સમાજ ક્ષુદ્ર વ્યક્તિ તુચ્છ હું ગણું.
હું જ છે વિશાલ, હું મહીં શમાય તે તું સર્વ;
અન્ય ના પ્રતિધ્વનિ ભરંત હું સમગ્ર વિશ્વ.
જીવ હું જ, શિવ હું જ, હું જ આ જગત્ વળી
હું સિવાય કૈં ન આ પરમ્પરા હુંની ખડી.
हुं सिवाय हस्ती न कोईनी!
(गुलबंकी)
हुं उदार हुं गंभीर बुद्धिमान सर्वथी
तेजवान कीर्तिमान कैंकवान केटला
गुणो गणावुं ज्यां समग्र गुणो हुंने वर्या!
गफलती महीं वदुं हुं तो य वेदवाक्य ते;
सिंहगर्जने शमे ज शब्द अन्य प्राणीना;
वेदवाक्य पास अन्य वाक्य शी विसातमां?
हुं गुणो रचुं, खचुं, हुं मूल्य आंकुं मानवी,
हुं जीवुं, जीवाडुं अन्य, हुंथी विश्व सर्व धन्य.
तुच्छ विश्व तुच्छ धर्म नीतिसूत्र तुच्छ सर्व,
तुच्छ छे समाज क्षुद्र व्यक्ति तुच्छ हुं गणुं.
हुं ज छे विशाल, हुं महीं शमाय ते तुं सर्व;
अन्य ना प्रतिध्वनि भरंत हुं समग्र विश्व.
जीव हुं ज, शिव हुं ज, हुं ज आ जगत् वळी
हुं सिवाय कैं न आ परम्परा हुंनी खडी.
Hun Sivaya Hasti N Koini!
(gulabanki)
Hun udar hun ganbhir buddhiman sarvathi
Tejavan kirtiman kainkavan ketala
Guno ganavun jyan samagra guno hunne varya! Gafalati mahin vadun hun to ya vedavakya te;
Sinhagarjane shame j shabda anya pranina;
Vedavakya pas anya vakya shi visataman? Hun guno rachun, khachun, hun mulya ankun manavi,
Hun jivun, jivadun anya, hunthi vishva sarva dhanya.
Tuchchh vishva tuchchh dharma nitisutra tuchchh sarva,
Tuchchh chhe samaj kshudra vyakti tuchchh hun ganun. Hun j chhe vishala, hun mahin shamaya te tun sarva;
Anya na pratidhvani bharanta hun samagra vishva.
Jiv hun ja, shiv hun ja, hun j a jagat vali
Hun sivaya kain n a parampara hunni khadi.
Hun sivāya hastī n koīnī!
(gulabankī)
Hun udār hun ganbhīr buddhimān sarvathī
Tejavān kīrtimān kainkavān keṭalā
Guṇo gaṇāvun jyān samagra guṇo hunne varyā! Gafalatī mahīn vadun hun to ya vedavākya te;
Sinhagarjane shame j shabda anya prāṇīnā;
Vedavākya pās anya vākya shī visātamān? Hun guṇo rachun, khachun, hun mūlya ānkun mānavī,
Hun jīvun, jīvāḍun anya, hunthī vishva sarva dhanya.
Tuchchh vishva tuchchh dharma nītisūtra tuchchh sarva,
Tuchchh chhe samāj kṣhudra vyakti tuchchh hun gaṇun. Hun j chhe vishāla, hun mahīn shamāya te tun sarva;
Anya nā pratidhvani bharanta hun samagra vishva.
Jīv hun ja, shiv hun ja, hun j ā jagat vaḷī
Hun sivāya kain n ā paramparā hunnī khaḍī.
Source : ભાનુશંકર વ્યાસ ‘બાદરાયણ