હું વરસું છું, તું વરસે છે - Hun Varasun Chhun, Tun Varase Chhe - Gujarati

હું વરસું છું, તું વરસે છે

હું વરસું છું, તું વરસે છે
વચમાં નભ આખું વરસે છે

એક ઘડી ઓરું વરસે છે
એક ઘડી આઘું વરસે છે
સાથે સાથે ને સંગાથે
કેવું સહિયારું વરસે છે

અમથું અમથું પૂર ન આવે
નક્કી કોક છાનું વરસે છે
વરસે મોતી માંડ પરોવું
સૂત્ર, સોઈ, નાકું વરસે છે

વરસી વરસી વહી જતું જે
તે જ ફરી પાછું વરસે છે
નખશીખ સહુ તરબોળ ભીંજાયા
શબ્દો ક્યા પાંખું વરસે છે?


हुं वरसुं छुं, तुं वरसे छे

हुं वरसुं छुं, तुं वरसे छे
वचमां नभ आखुं वरसे छे

एक घडी ओरुं वरसे छे
एक घडी आघुं वरसे छे
साथे साथे ने संगाथे
केवुं सहियारुं वरसे छे

अमथुं अमथुं पूर न आवे
नक्की कोक छानुं वरसे छे
वरसे मोती मांड परोवुं
सूत्र, सोई, नाकुं वरसे छे

वरसी वरसी वही जतुं जे
ते ज फरी पाछुं वरसे छे
नखशीख सहु तरबोळ भींजाया
शब्दो क्या पांखुं वरसे छे?


Hun Varasun Chhun, Tun Varase Chhe

Hun varasun chhun, tun varase chhe
vachaman nabh akhun varase chhe

Ek ghadi orun varase chhe
ek ghadi aghun varase chhe
Sathe sathe ne sangathe
kevun sahiyarun varase chhe

Amathun amathun pur n ave
nakki kok chhanun varase chhe
Varase moti manda parovun
sutra, soi, nakun varase chhe

Varasi varasi vahi jatun je
te j fari pachhun varase chhe
Nakhashikh sahu tarabol bhinjaya
shabdo kya pankhun varase chhe?


Hun varasun chhun, tun varase chhe

Hun varasun chhun, tun varase chhe
vachamān nabh ākhun varase chhe

Ek ghaḍī orun varase chhe
ek ghaḍī āghun varase chhe
Sāthe sāthe ne sangāthe
kevun sahiyārun varase chhe

Amathun amathun pūr n āve
nakkī kok chhānun varase chhe
Varase motī mānḍa parovun
sūtra, soī, nākun varase chhe

Varasī varasī vahī jatun je
te j farī pāchhun varase chhe
Nakhashīkh sahu taraboḷ bhīnjāyā
shabdo kyā pānkhun varase chhe?


Source : ગીતઃ રાજેન્દ્ર શુક્લ
સ્વર : રેખા ત્રિવેદી અને સુરેશ જોશી
સ્વરાંકનઃ સુરેશ જોશી