જાગી ઊઠે છે રાત ના મોડે થી પીર જેમ - Jagi Uthe Chhe Rat Na Mode Thi Pir Jem - Lyrics

જાગી ઊઠે છે રાત ના મોડે થી પીર જેમ

જાગી ઊઠે છે રાતના મોડેથી પીર જેમ,
મારામાં કોણ હોય છે બીજું શરીર જેમ ?
સાંજે મળીને થાઉં છું હું યે ભર્યો ભર્યો,
તું યે હસે છે ફૂલમાં વહેતા સમીર જેમ.
આવીશ ત્યારે સાંજના ઢગલો થઈ જઈશ,
નીકળું છું ઘરની બહાર હું છૂટેલા તીર જેમ.
ભાગી રહેલા લોકને ફુરસદ નથી જુએ,
સૂરજ સવારે શહેરમાં ફરશે ફકીર જેમ.
ગ્રંથો ભરાય એટલાં સ્વપ્નાં ઘડ્યાં અમે,
ખાલી હતા આ હાથ પણ જીવ્યા અમીર જેમ
– કૈલાસ પંડિત


Jagi Uthe Chhe Rat Na Mode Thi Pir Jem

Jāgī ūṭhe chhe rātanā moḍethī pīr jema,
Mārāmān koṇ hoya chhe bījun sharīr jem ? Sānje maḷīne thāun chhun hun ye bharyo bharyo,
Tun ye hase chhe fūlamān vahetā samīr jema. Āvīsh tyāre sānjanā ḍhagalo thaī jaīsha,
Nīkaḷun chhun gharanī bahār hun chhūṭelā tīr jema. Bhāgī rahelā lokane furasad nathī jue,
Sūraj savāre shaheramān farashe fakīr jema. Grantho bharāya eṭalān svapnān ghaḍyān ame,
Khālī hatā ā hāth paṇ jīvyā amīr jema
– Kailās Panḍita