જરી ઊગતા સૂરજની તો લાજ રાખો - Jari Ugata Surajani To Laj Rakho - Gujarati

જરી ઊગતા સૂરજની તો લાજ રાખો

જરી ઊગતા સૂરજની તો લાજ રાખો મારા રસિયા
હું તો લજ્જાથી લાલ લાલ થઈ જાઉં રે!

આ અટકચાળી આંખ્યું આઘી રાખો મારા રસિયા
હું તો લજ્જાથી લાલ લાલ થઈ જાઉં રે!

ઉગતું પરોઢ ને હું ને તું એકલા
ઊષા ને સૂરજ શું રહી શકે વેગળાં?

મારા ઘૂંઘટની મર્યાદા રાખો મારા રસિયા
હું તો લજ્જાથી લાલ લાલ થઈ જાઉં રે!

જરી ઊગતા સૂરજની તો લાજ રાખો મારા રસિયા
હું તો લજ્જાથી લાલ લાલ થઈ જાઉં રે!

મેલો મારો છેડલો…
મેલો મારો છેડલો વરણાગી વાલમા
જોઈ ગયો હંસ પેલો તરતો તળાવમાં

એ હંસ નથી પ્રીતથી અજાણ્યો મારી હંસલી
ના ના… હું તો લજ્જાથી લાલ લાલ થઈ જાઉં રે!

જરી ઊગતા સૂરજની તો લાજ રાખો મારા રસિયા
હું તો લજ્જાથી લાલ લાલ થઈ જાઉં રે!


जरी ऊगता सूरजनी तो लाज राखो

जरी ऊगता सूरजनी तो लाज राखो मारा रसिया
हुं तो लज्जाथी लाल लाल थई जाउं रे!

आ अटकचाळी आंख्युं आघी राखो मारा रसिया
हुं तो लज्जाथी लाल लाल थई जाउं रे!

उगतुं परोढ ने हुं ने तुं एकला
ऊषा ने सूरज शुं रही शके वेगळां?

मारा घूंघटनी मर्यादा राखो मारा रसिया
हुं तो लज्जाथी लाल लाल थई जाउं रे!

जरी ऊगता सूरजनी तो लाज राखो मारा रसिया
हुं तो लज्जाथी लाल लाल थई जाउं रे!

मेलो मारो छेडलो…
मेलो मारो छेडलो वरणागी वालमा
जोई गयो हंस पेलो तरतो तळावमां

ए हंस नथी प्रीतथी अजाण्यो मारी हंसली
ना ना… हुं तो लज्जाथी लाल लाल थई जाउं रे!

जरी ऊगता सूरजनी तो लाज राखो मारा रसिया
हुं तो लज्जाथी लाल लाल थई जाउं रे!


Jari Ugata Surajani To Laj Rakho

Jari ugata surajani to laj rakho mara rasiya
Hun to lajjathi lal lal thai jaun re!

A atakachali ankhyun aghi rakho mara rasiya
Hun to lajjathi lal lal thai jaun re!

Ugatun parodh ne hun ne tun ekala
Usha ne suraj shun rahi shake vegalan?

Mara ghunghatani maryada rakho mara rasiya
Hun to lajjathi lal lal thai jaun re!

Jari ugata surajani to laj rakho mara rasiya
Hun to lajjathi lal lal thai jaun re!

Melo maro chhedalo…
Melo maro chhedalo varanagi valama
Joi gayo hansa pelo tarato talavaman

E hansa nathi pritathi ajanyo mari hansali
Na na… Hun to lajjathi lal lal thai jaun re!

Jari ugata surajani to laj rakho mara rasiya
Hun to lajjathi lal lal thai jaun re!


Jarī ūgatā sūrajanī to lāj rākho

Jarī ūgatā sūrajanī to lāj rākho mārā rasiyā
Hun to lajjāthī lāl lāl thaī jāun re!

Ā aṭakachāḷī ānkhyun āghī rākho mārā rasiyā
Hun to lajjāthī lāl lāl thaī jāun re!

Ugatun paroḍh ne hun ne tun ekalā
Ūṣhā ne sūraj shun rahī shake vegaḷān?

Mārā ghūnghaṭanī maryādā rākho mārā rasiyā
Hun to lajjāthī lāl lāl thaī jāun re!

Jarī ūgatā sūrajanī to lāj rākho mārā rasiyā
Hun to lajjāthī lāl lāl thaī jāun re!

Melo māro chheḍalo…
Melo māro chheḍalo varaṇāgī vālamā
Joī gayo hansa pelo tarato taḷāvamān

E hansa nathī prītathī ajāṇyo mārī hansalī
Nā nā… Hun to lajjāthī lāl lāl thaī jāun re!

Jarī ūgatā sūrajanī to lāj rākho mārā rasiyā
Hun to lajjāthī lāl lāl thaī jāun re!


Source : સ્વરઃ આશા ભોસલે અને મન્ના ડે
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ મજિયારા હૈયાં (૧૯૬૯)