જુઓને આ ભુંડ - Juone a Bhunda - Lyrics

જુઓને આ ભુંડ

જુઓને આ ભુંડ
નીચું કરીને મુંડ
દિન આખો ઘૂમી ઘૂમી એક માત્ર ખાય
જાણે ના ધરાય

અન્ય સહુ અંગ પરે
પેટ કેરી આણ ફરે
આંખ થકી છટકીને ક્યાંય ના જવાય
સુંદરની સાથે કંઈ વાત નહિ થાય
મધુર સૂરોને નહિ કાનથી સુણાય
પેટ કેરી આણને તે કેમ ઉથાપાય

           ક્યાંથી હોય એને ભાન

ઉપર રહ્યું છે એક નીલ આસમાન
ઝાડ કેરી ડાળ પરે પણે એક ફૂલ
કોકીલના સૂર રચે એક એક ગુલ
સૂરજનું સોનું લઈ ચાંદ કેરું રૂપું
સજી શણગાર બેસે જાણે નવવધૂ
ધરતી આ કેવી સોહે
જોઈ જોઈ આંખ મોહે

પણ પેલું ભુંડ
નીચું કરી મુંડ
એક માત્ર ખાય
ધરતીનું રૂપ એને નહિ રે દેખાય
બસ મારું ભાણું
કશું યે ન બીજું જોઉં સુણું નહિ જાણું
પેટરાજા પળે પળે માગે નજરાણું

ખોજી રહે દાસ ભુંડ
નીચું નીચું કરી મુંડ માત્ર એક ખાણું

-પ્રહ્‌લાદ પારેખ


Juone a Bhunda

Juone a bhunda
Nichun karine munda
Din akho ghumi ghumi ek matra khaya
jane n dharaya

Anya sahu anga pare
Pet keri an fare
Ankha thaki chhaṭakine kyanya n javaya
Sundarani sathe kani vat nahi thaya
Madhur surone nahi kanathi sunaya
Pet keri anane te kem uthapaya

           kyanthi hoya ene bhana

Upar rahyun chhe ek nil asamana
Zad keri dal pare pane ek fula
Kokilan sur rache ek ek gula
Surajanun sonun lai chanda kerun rupun
Saji shanagar bese jane navavadhu
Dharati a kevi sohe
Joi joi ankha mohe

Pan pelun bhunda
Nichun kari munda
ek matra khaya
Dharatinun rup ene nahi re dekhaya
bas marun bhanun
Kashun ye n bijun joun sunun nahi janun
Peṭaraj pale pale mage najaranun

Khoji rahe das bhunda
Nichun nichun kari munda matra ek khanun

-prahlad parekha

Source: Mavjibhai