કાગડો મરી ગયો - Kagado Mari Gayo - Lyrics

કાગડો મરી ગયો

સડકની વચ્ચોવચ્ચ સાવ કાગડો મરી ગયો
ખૂલેખૂલો બન્યો બનાવ કાગડો મરી ગયો
નજરને એની કાળી કાળી ઠેસ વાગતી રહે
જમાવી એ રીતે પડાવ કાગડો મરી ગયો

આ કાગડો મર્યો કે એનું કાગડાપણું મર્યું
તું એ સિદ્ધ કરી બતાવ કાગડો મરી ગયો
શું કાગડાના વેશમાંથી કાગડો ઊડી ગયો
ગમે તે અર્થ ઘટાવ કાગડો મરી ગયો

શું કામ જઈને બેસતો એ વીજળીના તાર પર
નડ્યો છે જોખમી સ્વભાવ કાગડો મરી ગયો
અવાજ આપી કોણે એના શબ્દ છીનવ્યાં હતા
કરી કરીને કાંવ… કાંવ કાગડો મરી ગયો

સદાય મૃતદેહ ચૂંથી કોને એમાં શોધતો
લઈ બધા રહસ્યભાવ કાગડો મરી ગયો
લ્યો કાગડો હોવાનો એનો કાર્યક્રમ પૂરો થયો
હવે આ રાષ્ટ્રગીત ગાવ કાગડો મરી ગયો

રમેશ આમ કાગડાની જેમ તું કરાંજ મા
યુ સ્ટોપ સ્ટોપ સ્ટોપ નાઉ કાગડો મરી ગયો

-રમેશ પારેખ


Kagado Mari Gayo

Sadakani vachchovachcha sav kagado mari gayo
Khulekhulo banyo banav kagado mari gayo
Najarane eni kali kali thes vagati rahe
Jamavi e rite padav kagado mari gayo

A kagado maryo ke enun kagadapanun maryun
Tun e siddha kari batav kagado mari gayo
Shun kagadan veshamanthi kagado udi gayo
Game te artha ghatav kagado mari gayo

Shun kam jaine besato e vijalin tar para
Nadyo chhe jokhami swabhav kagado mari gayo
Avaj api kone en shabda chhinavyan hata
Kari karine kanva… Kanva kagado mari gayo

Sadaya mrutadeh chunthi kone eman shodhato
Lai badh rahasyabhav kagado mari gayo
Lyo kagado hovano eno karyakram puro thayo
Have a rashtragit gav kagado mari gayo

Ramesh am kagadani jem tun karanja ma
Yu stop stop stop nau kagado mari gayo

-ramesh parekha

Source: Mavjibhai