કાળી કાળી વાદળીમાં - Kali Kali Vadaliman - Gujarati

કાળી કાળી વાદળીમાં

કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે
મેઘો ચડ્યો છે ઘનઘોર
ડુંગરામાં બોલે છે મોર

   કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે

   પિયુ પિયુ ઝંખતા બોલે બપૈયા
   પિયુ મારો કાળજાની કોર
   ડુંગરામાં બોલે છે મોર

   કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે

   દૂર દૂર દેશથી મેઘજી પધાર્યા
   ના'વ્યો મારા ચિત્તડાનો ચોર
   ડુંગરામાં બોલે છે મોર

   કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે

   ઝરમર ઝરમર મેહુલો વરસે
   ભીંજે મારા સાળુડાની કોર
   ડુંગરામાં બોલે છે મોર

   રસિયો રસરાજ કોઈ સાજને બજાવે
   નેણલામાં મસ્તીનો તોર
   ડુંગરામાં બોલે છે મોર

   કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે

काळी काळी वादळीमां

काळी काळी वादळीमां वीजळी झबूके
मेघो चड्यो छे घनघोर
डुंगरामां बोले छे मोर

   काळी काळी वादळीमां वीजळी झबूके

   पियु पियु झंखता बोले बपैया
   पियु मारो काळजानी कोर
   डुंगरामां बोले छे मोर

   काळी काळी वादळीमां वीजळी झबूके

   दूर दूर देशथी मेघजी पधार्या
   ना'व्यो मारा चित्तडानो चोर
   डुंगरामां बोले छे मोर

   काळी काळी वादळीमां वीजळी झबूके

   झरमर झरमर मेहुलो वरसे
   भींजे मारा साळुडानी कोर
   डुंगरामां बोले छे मोर

   रसियो रसराज कोई साजने बजावे
   नेणलामां मस्तीनो तोर
   डुंगरामां बोले छे मोर

   काळी काळी वादळीमां वीजळी झबूके

Kali Kali Vadaliman

kali kali vadaliman vijali zabuke
megho chadyo chhe ghanaghora
dungaraman bole chhe mora

   kali kali vadaliman vijali zabuke

   piyu piyu zankhata bole bapaiya
   piyu maro kalajani kora
   dungaraman bole chhe mora

   kali kali vadaliman vijali zabuke

   dur dur deshathi meghaji padharya
   na'vyo mara chittadano chora
   dungaraman bole chhe mora

   kali kali vadaliman vijali zabuke

   zaramar zaramar mehulo varase
   bhinje mara saludani kora
   dungaraman bole chhe mora

   rasiyo rasaraj koi sajane bajave
   nenalaman mastino tora
   dungaraman bole chhe mora

   kali kali vadaliman vijali zabuke

Kāḷī kāḷī vādaḷīmān

kāḷī kāḷī vādaḷīmān vījaḷī zabūke
megho chaḍyo chhe ghanaghora
ḍungarāmān bole chhe mora

   kāḷī kāḷī vādaḷīmān vījaḷī zabūke

   piyu piyu zankhatā bole bapaiyā
   piyu māro kāḷajānī kora
   ḍungarāmān bole chhe mora

   kāḷī kāḷī vādaḷīmān vījaḷī zabūke

   dūr dūr deshathī meghajī padhāryā
   nā'vyo mārā chittaḍāno chora
   ḍungarāmān bole chhe mora

   kāḷī kāḷī vādaḷīmān vījaḷī zabūke

   zaramar zaramar mehulo varase
   bhīnje mārā sāḷuḍānī kora
   ḍungarāmān bole chhe mora

   rasiyo rasarāj koī sājane bajāve
   neṇalāmān mastīno tora
   ḍungarāmān bole chhe mora

   kāḷī kāḷī vādaḷīmān vījaḷī zabūke

Source : સ્વરઃ આશા ભોસલે અને પ્રફુલ્લ દવે
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ જંતરવાળો જુવાન (૧૯૭૮)