કમળમાં રંગ ક્યાં છે? - Kamalaman Ranga Kyan Chhe? - Gujarati

કમળમાં રંગ ક્યાં છે?

કમળમાં રંગ ક્યાં છે, રંગ જે તારા બદનમાં છે!
ન જો ઈર્ષ્યાની નજરે ફૂલો જે આજ વનમાં છે

કમળ કરતાં વધુ લાલી અરે છે ગાલમાં તારાં
કમળની પાંખડી કરતાં આ સુંદર નયન છે પ્યારાં

નથી મધુમાં વધુ મધુરતા ભરી જે તારા મનમાં છે
કમળમાં રંગ ક્યાં છે, રંગ જે તારા બદનમાં છે!

વ્યથા તારા જીવનની કોઈ પણ કલ્પી શકે ના
કથાઓ તારા જીવનની કોઈ જાણી શકે ના

કૈંક રંગીન રાતોની વાતો જે છૂપાઈ તારા મનમાં છે
કમળમાં રંગ ક્યાં છે, રંગ જે તારા બદનમાં છે!


कमळमां रंग क्यां छे?

कमळमां रंग क्यां छे, रंग जे तारा बदनमां छे!
न जो ईर्ष्यानी नजरे फूलो जे आज वनमां छे

कमळ करतां वधु लाली अरे छे गालमां तारां
कमळनी पांखडी करतां आ सुंदर नयन छे प्यारां

नथी मधुमां वधु मधुरता भरी जे तारा मनमां छे
कमळमां रंग क्यां छे, रंग जे तारा बदनमां छे!

व्यथा तारा जीवननी कोई पण कल्पी शके ना
कथाओ तारा जीवननी कोई जाणी शके ना

कैंक रंगीन रातोनी वातो जे छूपाई तारा मनमां छे
कमळमां रंग क्यां छे, रंग जे तारा बदनमां छे!


Kamalaman Ranga Kyan Chhe?

Kamalaman ranga kyan chhe, ranga je tara badanaman chhe! N jo irshyani najare fulo je aj vanaman chhe

Kamal karatan vadhu lali are chhe galaman taran
Kamalani pankhadi karatan a sundar nayan chhe pyaran

Nathi madhuman vadhu madhurata bhari je tara manaman chhe
Kamalaman ranga kyan chhe, ranga je tara badanaman chhe!

Vyatha tara jivanani koi pan kalpi shake na
Kathao tara jivanani koi jani shake na

Kainka rangin ratoni vato je chhupai tara manaman chhe
Kamalaman ranga kyan chhe, ranga je tara badanaman chhe!


Kamaḷamān ranga kyān chhe?

Kamaḷamān ranga kyān chhe, ranga je tārā badanamān chhe! N jo īrṣhyānī najare fūlo je āj vanamān chhe

Kamaḷ karatān vadhu lālī are chhe gālamān tārān
Kamaḷanī pānkhaḍī karatān ā sundar nayan chhe pyārān

Nathī madhumān vadhu madhuratā bharī je tārā manamān chhe
Kamaḷamān ranga kyān chhe, ranga je tārā badanamān chhe!

Vyathā tārā jīvananī koī paṇ kalpī shake nā
Kathāo tārā jīvananī koī jāṇī shake nā

Kainka rangīn rātonī vāto je chhūpāī tārā manamān chhe
Kamaḷamān ranga kyān chhe, ranga je tārā badanamān chhe!


Source : સ્વરઃ ભૂપિન્દર
ગીતઃ રમેશ ગુપ્તા સંગીતઃ કેરસી મિસ્ત્રી
ચિત્રપટઃ સોનકુંવર (૧૯૮૩)