# કાનુડાની સાથે રાસે રમીએ - Kānuḍānī Sāthe Rāse Ramīe - Lyrics

**URL:** <https://gujarati.world/t/kanu-ani-sathe-rase-ramie-lyrics/402>\
**Category:** બાળગીત - (Gujarati Rhymes)\
**Created:** [April 9, 2023, 7:10pm UTC](https://gujarati.world/t/kanu-ani-sathe-rase-ramie-lyrics/402 "2023-04-09T19:10:01Z")\
**Posts on this page:** 2\
**Page:** 1

<div class="post-metadata">

**Author:** ![Divyesh92](https://gujarati.world/letter_avatar_proxy/v4/letter/d/c6cbf5/32.png) [@Divyesh92](https://gujarati.world/u/Divyesh92)\
**Post date:** [April 9, 2023, 7:10pm UTC](https://gujarati.world/t/kanu-ani-sathe-rase-ramie-lyrics/402/1 "2023-04-09T19:10:01Z")

</div>

# કાનુડાની સાથે રાસે રમીએ

હાલોને બેની મારી, હાલોને ભાઈ મારા  
કાનુડાની સાથે રાસે રમીએ

હાલોને બેની મારી, હાલોને ભાઈ મારા  
કાનુડાની સાથે રાસે રમીએ

જમુનાને તીર કાનો વાંસડી બજાવે  
ગોપ ગોપી ઘેલા થઈ દોડી દોડી આવે

એમની સાથે જઈએ  
કાનુડાની સાથે રાસે રમીએ

હાલોને બેની મારી, હાલોને ભાઈ મારા  
કાનુડાની સાથે રાસે રમીએ

મંજિરા રણકે ને ઢોલ વાગે ઢમઢમ  
ગોપિયુંના ઝાંઝરિયા ઝમકે રે ઝમઝમ

ઢોલકના તાલે નાચીએ  
કાનુડાની સાથે રાસે રમીએ

હાલોને બેની મારી, હાલોને ભાઈ મારા  
કાનુડાની સાથે રાસે રમીએ

* * *

# Kānuḍānī Sāthe Rāse Ramīe

Hālone benī mārī, hālone bhāī mārā  
Kānuḍānī sāthe rāse ramīe

Hālone benī mārī, hālone bhāī mārā  
Kānuḍānī sāthe rāse ramīe

Jamunāne tīr kāno vānsaḍī bajāve  
Gop gopī ghelā thaī doḍī doḍī āve

Emanī sāthe jaīe  
Kānuḍānī sāthe rāse ramīe

Hālone benī mārī, hālone bhāī mārā  
Kānuḍānī sāthe rāse ramīe

Manjirā raṇake ne ḍhol vāge ḍhamaḍhama  
Gopiyunnā zānzariyā zamake re zamazama

Ḍholakanā tāle nāchīe  
Kānuḍānī sāthe rāse ramīe

Hālone benī mārī, hālone bhāī mārā  
Kānuḍānī sāthe rāse ramīe

Source: [Mavjibhai](https://gujaratibalgeet.wordpress.com/2018/05/09/54/)

---

<div class="post-metadata">

**Author:** ![Noor\_Hasina](https://gujarati.world/user_avatar/gujarati.world/noor_hasina/32/195_2.png) [@Noor\_Hasina](https://gujarati.world/u/Noor_Hasina)\
**Post date:** [April 23, 2024, 3:58am UTC](https://gujarati.world/t/kanu-ani-sathe-rase-ramie-lyrics/402/2 "2024-04-23T03:58:25Z")

</div>

[//gujarati-world.s3.dualstack.us-west-1.amazonaws.com/uploads/original/1X/28813b6d49bb281dc2a6f36c9d873c490ec507e8.mp3](https://gujarati-world.s3.dualstack.us-west-1.amazonaws.com/uploads/original/1X/28813b6d49bb281dc2a6f36c9d873c490ec507e8.mp3)
