ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં - Khushbuman Khilel Ful Hatan - Lyrics

ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં

ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં ઊર્મિમાં ડૂબેલા જામ હતાં
શું આંસુનો ભૂતકાળ હતો શું આંસુનાં પણ નામ હતાં

થોડીક શિકાયત કરવી’તી થોડાક ખુલાસા કરવા’તા
ઓ મોત જરા રોકાઈ જતે બેચાર મને પણ કામ હતાં

હું ચાંદની રાતે નીકળ્યો’તો ને મારી સફર ચર્ચાઈ ગઈ
કંઈ મંઝિલ પણ મશહૂર હતી કંઈ રસ્તા પણ બદનામ હતાં

જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતાં

પેલા ખૂણે બેઠા છે એ “સૈફ” છે મિત્રો જાણો છો
કેવો ચંચલ જીવ હતો ને કેવા રમતારામ હતા

-‘સૈફ’ પાલનપુરી


Khushbuman Khilel Ful Hatan

Khushbuman khilel ful hatan urmiman dubel jam hatan
Shun ansuno bhutakal hato shun ansunan pan nam hatan

Thodik shikayat karavi’ti thodak khulas karava’ta
O mot jar rokai jate bechar mane pan kam hatan

Hun chandani rate nikalyo’to ne mari safar charchai gai
Kani manzil pan mashahur hati kani rasṭa pan badanam hatan

Jivanani sami sanje mare jakhmoni yadi jovi’ti
Bahu ochhan panan joi shakyo bahu angat angat nam hatan

Pel khune beth chhe e “saifa” chhe mitro jano chho
Kevo chanchal jiv hato ne kev ramataram hata

-‘saifa’ palanapuri

Source: Mavjibhai