કોણ આજે રહે બંધ બારણે? - Kon Aje Rahe Bandha Barane? - Lyrics

કોણ આજે રહે બંધ બારણે?

કોણ આજે રહે બંધ બારણે?
આવ, આવ, જો જગત-પ્રાંગણેઃ

સાગર હિલ્લોલે વનવન ડોલે,
વીજ ચડી છે વિરાટ ઝૂલે;
દુરે, સીમે, નવ નવ મોલે
ધરતીનું દિલ ખોલે.

વાદળ નાદે ઝરણાં જાગે,
મત્ત બની ઘર સરિતા ત્યાગે;
જલધારાના સહુ ઝંકારે
સંજીવન સૂર વાગે.

આભ ખુશી જો વિધ વિધ રંગે,
ધરા ખુશી નવ-ધાન-સુગંધે;
ધરતી-નભના આ ઉત્સવમાં
આવ, આવ, સહુ સંગે.

-પ્રહ્લાદ પારેખ


Kon Aje Rahe Bandha Barane?

Kon aje rahe bandha barane? Ava, ava, jo jagata-pranganeah

Sagar hillole vanavan dole,
Vij chadi chhe virat zule;
Dure, sime, nav nav mole
Dharatinun dil khole.

Vadal nade zaranan jage,
Matṭa bani ghar sarit tyage;
Jaladharan sahu zankare
Sanjivan sur vage.

Abh khushi jo vidh vidh range,
Dhar khushi nava-dhana-sugandhe;
Dharati-nabhan a utsavaman
Ava, ava, sahu sange.

-Prahlad Parekha

સ્વરઃ ભાઈલાલભાઈ શાહ
Source: Mavjibhai