કોની કોની છે ગુજરાત? - Koni Koni Chhe Gujarata? - Gujarati

કોની કોની છે ગુજરાત?

ઉગ્રસેન રામ કૃષ્ણ સાત્યકી યાદવ જ્યાં સહુ વિરાજતા
જ્યાં બ્રાહ્મણ ને રજપુત ઝાઝા ઇશને અર્થે ઝૂઝ્યા હતા

ત્યાંના લોકતણી શું કેવી?
ના ના નારે નથી તેની
ત્યારે કોની છે ગુજરાત?

બુદ્ધ જૈનના ઘુમ્યા વાદ જ્યાં, મ્લેચ્છશું શિલાદિત્ય લડ્યો
ભૂવડશું વળી જયશિખરી જ્યાં ઝુદ્ધ પરાક્રમ દાખી પડ્યો

ત્યાંના લોકતણી શું કેવી?
ના ના નારે નથી તેની
ત્યારે કોની છે ગુજરાત?

વળી રાજ્યનો રંગધ્વજ જ્યાં છસેંક વર્ષ લગી ઊડ્યો
સરસ્વતી ને સેનાનીએ રંગ દાખવ્યો છે રુડો

ત્યાંના લોકતણી શું કેવી?
ના ના નારે નથી તેની
ત્યારે કોની છે ગુજરાત?

કર્યું ધામ જ્યાં મુસલમાનોએ નીજ રાજ્યનું વળી વડું
મધ્યે આવ્યાને બહાને તે માની લે છે માન વડું

ત્યાંના લોકતણી શું કેવી?
ના ના નારે નથી તેની
ત્યારે કોની છે ગુજરાત?

જ્યાં કીધો કોપ મહાકાળીએ રાજ્ય થયું ખંડેર ભૂંડું
વળી રાજ્ય જ્યાં દખણી કેરું ઠાઠે દીપે કંઈક રુડું

ત્યાંના લોકતણી શું કેવી?
ના ના નારે નથી તેની
ત્યારે કોની છે ગુજરાત?

છે અંગ્રેજી રાજ્યતણું જે ધામ મુખ્ય પશ્ચિમ ભણી
જ્યાં ગુજરાત તણા જન વસિયા કોરે વેળા થોડીઘણી

ત્યાંના લોકતણી શું કેવી?
ના ના નારે નથી તેની
ત્યારે કોની છે ગુજરાત?

શું બ્રાહ્મણ ને વાણિયા કેરી શ્રાવક ને ભાટિયા કેરી?
ક્ષત્રી રજપુત કણબી કેરી ભીલ ને કોળી કેરી?

બીજા લોકતણી શું કેવી?
ના ના નારે નથી તેની
ત્યારે કોની છે ગુજરાત?

પૂર્વજ જેના જે વર્ણો આજે જન્મ થકી ગુજરાતી વદ્યા
કોઈ રીતની તો પણ, ને વળી દેશધર્મને રાખી રહ્યા

તેની તેની છે ગુજરાત
પછી હોય ગમે તે જાત
તેની તેની છે ગુજરાત!

વળી પરદેશી બીજા જેને આ ભૂમિએ પાળી મોટા કર્યાં
પરધર્મી પણ હિત ઈચ્છનારા માતતણું તે ભાઈ ઠર્યા

તેની તેની છે ગુજરાત
પછી હોય ગમે તે જાત
તેની તેની છે ગુજરાત!

નર્મદ કહે ગુજરાતી ભાઈઓ માતને અર્થે સંપ ધરે
ખંતે બંધન તોડી રણે સૌ ઝૂઝી જયસુખ જયે ભરે

પ્રેમ શૌર્યને કરી પ્રખ્યાત
તે તે સૌની છે ગુજરાત!
તે તે સૌની છે ગુજરાત.!


कोनी कोनी छे गुजरात?

उग्रसेन राम कृष्ण सात्यकी यादव ज्यां सहु विराजता
ज्यां ब्राह्मण ने रजपुत झाझा इशने अर्थे झूझ्या हता

त्यांना लोकतणी शुं केवी?
ना ना नारे नथी तेनी
त्यारे कोनी छे गुजरात?

बुद्ध जैनना घुम्या वाद ज्यां, म्लेच्छशुं शिलादित्य लड्यो
भूवडशुं वळी जयशिखरी ज्यां झुद्ध पराक्रम दाखी पड्यो

त्यांना लोकतणी शुं केवी?
ना ना नारे नथी तेनी
त्यारे कोनी छे गुजरात?

वळी राज्यनो रंगध्वज ज्यां छसेंक वर्ष लगी ऊड्यो
सरस्वती ने सेनानीए रंग दाखव्यो छे रुडो

त्यांना लोकतणी शुं केवी?
ना ना नारे नथी तेनी
त्यारे कोनी छे गुजरात?

कर्युं धाम ज्यां मुसलमानोए नीज राज्यनुं वळी वडुं
मध्ये आव्याने बहाने ते मानी ले छे मान वडुं

त्यांना लोकतणी शुं केवी?
ना ना नारे नथी तेनी
त्यारे कोनी छे गुजरात?

ज्यां कीधो कोप महाकाळीए राज्य थयुं खंडेर भूंडुं
वळी राज्य ज्यां दखणी केरुं ठाठे दीपे कंईक रुडुं

त्यांना लोकतणी शुं केवी?
ना ना नारे नथी तेनी
त्यारे कोनी छे गुजरात?

छे अंग्रेजी राज्यतणुं जे धाम मुख्य पश्चिम भणी
ज्यां गुजरात तणा जन वसिया कोरे वेळा थोडीघणी

त्यांना लोकतणी शुं केवी?
ना ना नारे नथी तेनी
त्यारे कोनी छे गुजरात?

शुं ब्राह्मण ने वाणिया केरी श्रावक ने भाटिया केरी?
क्षत्री रजपुत कणबी केरी भील ने कोळी केरी?

बीजा लोकतणी शुं केवी?
ना ना नारे नथी तेनी
त्यारे कोनी छे गुजरात?

पूर्वज जेना जे वर्णो आजे जन्म थकी गुजराती वद्या
कोई रीतनी तो पण, ने वळी देशधर्मने राखी रह्या

तेनी तेनी छे गुजरात
पछी होय गमे ते जात
तेनी तेनी छे गुजरात!

वळी परदेशी बीजा जेने आ भूमिए पाळी मोटा कर्यां
परधर्मी पण हित ईच्छनारा माततणुं ते भाई ठर्या

तेनी तेनी छे गुजरात
पछी होय गमे ते जात
तेनी तेनी छे गुजरात!

नर्मद कहे गुजराती भाईओ मातने अर्थे संप धरे
खंते बंधन तोडी रणे सौ झूझी जयसुख जये भरे

प्रेम शौर्यने करी प्रख्यात
ते ते सौनी छे गुजरात!
ते ते सौनी छे गुजरात.!


Koni Koni Chhe Gujarata?

Ugrasen ram krushna satyaki yadav jyan sahu virajata
Jyan brahman ne rajaput zaza ishane arthe zuzya hata

Tyanna lokatani shun kevi? Na na nare nathi teni
Tyare koni chhe gujarata?

Budda jainana ghumya vad jyan, mlechchhashun shiladitya ladyo
Bhuvadashun vali jayashikhari jyan zudda parakram dakhi padyo

Tyanna lokatani shun kevi? Na na nare nathi teni
Tyare koni chhe gujarata?

Vali rajyano rangadhvaj jyan chhasenka varsh lagi udyo
Sarasvati ne senanie ranga dakhavyo chhe rudo

Tyanna lokatani shun kevi? Na na nare nathi teni
Tyare koni chhe gujarata?

Karyun dham jyan musalamanoe nij rajyanun vali vadun
Madhye avyane bahane te mani le chhe man vadun

Tyanna lokatani shun kevi? Na na nare nathi teni
Tyare koni chhe gujarata?

Jyan kidho kop mahakalie rajya thayun khander bhundun
Vali rajya jyan dakhani kerun thathe dipe kanik rudun

Tyanna lokatani shun kevi? Na na nare nathi teni
Tyare koni chhe gujarata?

Chhe angreji rajyatanun je dham mukhya pashchim bhani
Jyan gujarat tana jan vasiya kore vela thodighani

Tyanna lokatani shun kevi? Na na nare nathi teni
Tyare koni chhe gujarata?

Shun brahman ne vaniya keri shravak ne bhatiya keri? Kshatri rajaput kanabi keri bhil ne koli keri?

Bija lokatani shun kevi? Na na nare nathi teni
Tyare koni chhe gujarata?

Purvaj jena je varno aje janma thaki gujarati vadya
Koi ritani to pana, ne vali deshadharmane rakhi rahya

Teni teni chhe gujarata
Pachhi hoya game te jata
Teni teni chhe gujarata!

Vali paradeshi bija jene a bhumie pali mota karyan
Paradharmi pan hit ichchhanara matatanun te bhai tharya

Teni teni chhe gujarata
Pachhi hoya game te jata
Teni teni chhe gujarata!

Narmad kahe gujarati bhaio matane arthe sanpa dhare
Khante bandhan todi rane sau zuzi jayasukh jaye bhare

Prem shauryane kari prakhyata
Te te sauni chhe gujarata! Te te sauni chhe gujarata.!


Konī konī chhe gujarāta?

Ugrasen rām kṛuṣhṇa sātyakī yādav jyān sahu virājatā
Jyān brāhmaṇ ne rajaput zāzā ishane arthe zūzyā hatā

Tyānnā lokataṇī shun kevī? Nā nā nāre nathī tenī
Tyāre konī chhe gujarāta?

Budḍa jainanā ghumyā vād jyān, mlechchhashun shilāditya laḍyo
Bhūvaḍashun vaḷī jayashikharī jyān zudḍa parākram dākhī paḍyo

Tyānnā lokataṇī shun kevī? Nā nā nāre nathī tenī
Tyāre konī chhe gujarāta?

Vaḷī rājyano rangadhvaj jyān chhasenka varṣh lagī ūḍyo
Sarasvatī ne senānīe ranga dākhavyo chhe ruḍo

Tyānnā lokataṇī shun kevī? Nā nā nāre nathī tenī
Tyāre konī chhe gujarāta?

Karyun dhām jyān musalamānoe nīj rājyanun vaḷī vaḍun
Madhye āvyāne bahāne te mānī le chhe mān vaḍun

Tyānnā lokataṇī shun kevī? Nā nā nāre nathī tenī
Tyāre konī chhe gujarāta?

Jyān kīdho kop mahākāḷīe rājya thayun khanḍer bhūnḍun
Vaḷī rājya jyān dakhaṇī kerun ṭhāṭhe dīpe kanīk ruḍun

Tyānnā lokataṇī shun kevī? Nā nā nāre nathī tenī
Tyāre konī chhe gujarāta?

Chhe angrejī rājyataṇun je dhām mukhya pashchim bhaṇī
Jyān gujarāt taṇā jan vasiyā kore veḷā thoḍīghaṇī

Tyānnā lokataṇī shun kevī? Nā nā nāre nathī tenī
Tyāre konī chhe gujarāta?

Shun brāhmaṇ ne vāṇiyā kerī shrāvak ne bhāṭiyā kerī? Kṣhatrī rajaput kaṇabī kerī bhīl ne koḷī kerī?

Bījā lokataṇī shun kevī? Nā nā nāre nathī tenī
Tyāre konī chhe gujarāta?

Pūrvaj jenā je varṇo āje janma thakī gujarātī vadyā
Koī rītanī to paṇa, ne vaḷī deshadharmane rākhī rahyā

Tenī tenī chhe gujarāta
Pachhī hoya game te jāta
Tenī tenī chhe gujarāta!

Vaḷī paradeshī bījā jene ā bhūmie pāḷī moṭā karyān
Paradharmī paṇ hit īchchhanārā mātataṇun te bhāī ṭharyā

Tenī tenī chhe gujarāta
Pachhī hoya game te jāta
Tenī tenī chhe gujarāta!

Narmad kahe gujarātī bhāīo mātane arthe sanpa dhare
Khante bandhan toḍī raṇe sau zūzī jayasukh jaye bhare

Prem shauryane karī prakhyāta
Te te saunī chhe gujarāta! Te te saunī chhe gujarāta.!


Source : નર્મદ