લય વગર, શબ્દો વગર, મત્લા વગર - Lay Vagar, Shabdo Vagar, Matla Vagar - Lyrics

લય વગર, શબ્દો વગર, મત્લા વગર

લય વગર, શબ્દો વગર, મત્લા વગર

હું ગઝલ લખતો રહ્યો સમજ્યા વગર

તેં તો તારો છાંયડો આપ્યો મને

હું જ ના જંપી શક્યો તડકા વગર

કેદ છું ભીંતો વગરના ઘરમા હું

સંત્રી પણ ઊભો છે દરવાજા વગર

સરહદો સૂની હશે તો ચાલશે

શ્હેરમાં ચાલે નહીં પહેરા વગર

મોરને કો’ બાજપક્ષી લઇ ગયું

સીમ સૂની થઇ ગઇ ટહુકા વગર

કોક દિ’ દીવો પવન સામે મૂકો

કોક દિ’ ચલાવી લો અજવાળા વગર
– ખલીલ ધનતેજવી


Lay Vagar, Shabdo Vagar, Matla Vagar

Laya vagara, shabdo vagara, matlā vagara

Hun gazal lakhato rahyo samajyā vagara

Ten to tāro chhānyaḍo āpyo mane

Hun j nā janpī shakyo taḍakā vagara

Ked chhun bhīnto vagaranā gharamā hun

Santrī paṇ ūbho chhe daravājā vagara

Sarahado sūnī hashe to chālashe

Shheramān chāle nahīn paherā vagara

Morane ko’ bājapakṣhī lai gayun

Sīm sūnī thai gai ṭahukā vagara

Kok di’ dīvo pavan sāme mūko

Kok di’ chalāvī lo ajavāḷā vagara
– Khalīl Dhanatejavī