મહેફિલ ની ત્યારે સાચી શરૂઆત થઈ હશે - Mahefil Ni Tyare Sachi Sharuaat Thai Hashe - Lyrics

મહેફિલ ની ત્યારે સાચી શરૂઆત થઈ હશે

મહેફિલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે,
મારા ગયા પછી જ મારી વાત થઈ હશે.

ઢળતા સૂરજને જોઉં છું જોયા કરું છું હું,
લાગે છે એના શહેરમાંયે રાત થઈ હશે.

આજે હવામાં ભાર છે ફૂલોની મ્હેંકનો,
રસ્તાની વચ્ચે એની મુલાકાત થઈ હશે.

મારે સજાનું દુઃખ નથી, છે દુઃખ એ વાતનું,
વાતો થશે કે મારે કબૂલાત થઈ હશે.

લોકો કહે છે ભીંત છે બસ ભીંત છે ફકત,
‘કૈલાસ’ મારા ઘર વિષેની વાત થઈ હશે.
– કૈલાશ પંડિત


Mahefil Ni Tyare Sachi Sharuaat Thai Hashe

Mahefilanī tyāre sāchī sharūāt thaī hashe,
Mārā gayā pachhī j mārī vāt thaī hashe.

Ḍhaḷatā sūrajane joun chhun joyā karun chhun hun,
Lāge chhe enā shaheramānye rāt thaī hashe.

Āje havāmān bhār chhe fūlonī mhenkano,
Rastānī vachche enī mulākāt thaī hashe.

Māre sajānun duahkha nathī, chhe duahkha e vātanun,
Vāto thashe ke māre kabūlāt thaī hashe.

Loko kahe chhe bhīnta chhe bas bhīnta chhe fakata,
‘kailāsa’ mārā ghar viṣhenī vāt thaī hashe.
– Kailāsh Panḍita