મેંદી તે વાવી માળવે - Mahendi Te Vavi Malve - Gujarati & English Lyrics

મેંદી તે વાવી માળવે,
એનો રંગ ગિયો ગુજરાત
મેંદી રંગ લાગ્યો રે.

નાનો દેરીડો લાડકો ને,
કંઇ લાવ્યો મેંદીનો છોડ રે રે.
મેંદી રંગ લાગ્યો

વાટી ઘૂંટીને ભર્યા વાટકા,
ભાભી રંગો તમારા હાથ રે
મેંદી રંગ લાગ્યો રે.

હાય રંગી દેરી શું રે કરું,
એનો જોનારો પરદેશ
મેંદી રંગ લાગ્યો રે

લાખ ટકા આલું રોકડા,
કોઈ જાવ જો દરિયાપાર રે
મેંદી રંગ લાગ્યો રે

શોક્યના સાયબાને જઈ એટલું કે’જો,
તારો બની પરણે ઘર આવા રે
મેંદી રંગ લાગ્યો રે

બેની પરણે તો ભલે પરણે,
એની ઝાઝા દી રોકો જાને રે
મંદી રંગ લાગ્યો રે…

શોક્યના સાયબાને જઈ એટલું કે’જો,
તારી માડી મરે ઘરે આવ્યા રે
મંદી રંગ લાગ્યો રે.

માડી, મરે તો ભલે મરે
એને બાળજો બારડી ઠારે
મેંદી રંગ લાગ્યો રે,

શોક્યના સાયબાને જઈ એટલું કે’જો,
તારી માનેતીની ઊઠી રંગ રે
મંદી રંગ લાગ્યો છે.

હાલા સિપાઈઓ હાલો ભાઈબંધો,
હવે આ મોંધો રવિવાર રે
મંદી રંગ લાગ્યો ૨.

Mahendi Te Vavi Malve

Mendi te vavi malave,
Eno ranga giyo gujarata
Mendi ranga lagyo re.

Nano derido ladako ne,
Kani lavyo mendino chhod re re. Mendi ranga lagyo

Vati ghuntine bharya vaṭaka,
Bhabhi rango tamar hath re
Mendi ranga lagyo re.

Haya rangi deri shun re karun,
Eno jonaro paradesha
Mendi ranga lagyo re

Lakh ṭak alun rokada,
Koi jav jo dariyapar re
Mendi ranga lagyo re

Shokyan sayabane jai eṭalun ke’jo,
Taro bani parane ghar av re
Mendi ranga lagyo re

Beni parane to bhale parane,
Eni zaz di roko jane re
Mandi ranga lagyo re…

Shokyan sayabane jai eṭalun ke’jo,
Tari madi mare ghare avya re
Mandi ranga lagyo re.

Madi, mare to bhale mare
Ene balajo baradi thare
Mendi ranga lagyo re,

Shokyan sayabane jai eṭalun ke’jo,
Tari manetini uthi ranga re
Mandi ranga lagyo chhe.

Hal sipaio halo bhaibandho,
Have a mondho ravivar re
Mandi ranga lagyo

Mehndi Te Vavi - Dandia & Garba - Falguni Pathak. (2012, January 2). YouTube