મનની મોટી વાત રે - Manani Moti Vat Re - Lyrics

મનની મોટી વાત રે

મનની મોટી વાત રે બાઈ મનની મોટી વાત
તન અને ધન બેયથી એની છેક અનોખી નાત
એની સાવ અનોખી ભાત રે
મનની મોટી વાત રે બાઈ

વિજન વ્હાલું, કદીક એને વસતિ ખાવા ધાય રે
બાઈ વસતિ ખાવા ધાય
ચાંદની દહે, કદી અંગારા એને અમરત થાય
બાઈ એને અમરત થાય
મનની મોટી વાત રે બાઈ મનની મોટી વાત

રેશમી દુકૂલ શૂલ બને ને વજ્જર કોમલ ફૂલ રે
બાઈ વજ્જર કોમલ ફૂલ
ધૂળનાં કનક રજથી એની નજરે અધિક મૂલ રે
એની નજરે અધિક મૂલ
મનની મોટી વાત રે બાઈ મનની મોટી વાત

વેળુમાં એના વહાણ તરે ને ધૂમકમાણી લાખ રે
બાઈ ધૂમ કમાણી લાખ
આંબલા વિના વાડીએ એની ઝૂલે આંબાશાખ રે
બાઈ ઝૂલે આંબા શાખ
મનની મોટી વાત રે બાઈ મનની મોટી વાત

ગરુડવેગે ઊડતું ને કદી ચાલે કીડી વેગે માંડ રે
બાઈ કીડી વેગે માંડ
અણુ ય જેને મોટો પડે એને નાનું પડે બ્રહ્માંડ રે
બાઈ નાનું પડે બ્રહ્માંડ
મનની મોટી વાત રે બાઈ મનની મોટી વાત

-દેવજી રા. મોઢા


Manani Moti Vat Re

Manani moti vat re bai manani moti vata
Tan ane dhan beyathi eni chhek anokhi nata
Eni sav anokhi bhat re
Manani moti vat re bai

Vijan vhalun, kadik ene vasati khav dhaya re
Bai vasati khav dhaya
Chandani dahe, kadi angar ene amarat thaya
Bai ene amarat thaya
Manani moti vat re bai manani moti vata

Reshami dukul shul bane ne vajjar komal ful re
Bai vajjar komal fula
Dhulanan kanak rajathi eni najare adhik mul re
Eni najare adhik mula
Manani moti vat re bai manani moti vata

Veluman en vahan tare ne dhumakamani lakh re
Bai dhum kamani lakha
Anbal vin vadie eni zule anbashakh re
Bai zule anba shakha
Manani moti vat re bai manani moti vata

Garudavege udatun ne kadi chale kidi vege manda re
Bai kidi vege manda
Anu ya jene moto pade ene nanun pade brahmanda re
Bai nanun pade brahmanda
Manani moti vat re bai manani moti vata

-devaji ra. Modha

Source: Mavjibhai