મને ગમતાં બે ચિત્ર - Mane Gamatan Be Chitra - Lyrics

મને ગમતાં બે ચિત્ર

જગનાં સહુ ચિત્રોમાં માત્ર બે જ મને ગમે :
એક તો એ કે જહીં કોઈ કન્યા, કોઈ કુમારનો
લઈને પગ ખોળામાં, વ્હાલની ભરતી ઉરે
આણી, વદી મીઠાં વેણ, ને વેણે વેદના
હરી ને હળવે હાથે કાંટાને હોય કાઢતી!

ને બીજું જ્યાં કુમાર એ કાંટાના ભયને પરો
કરી ને કોમળ અંગે ઊંડા ઊઝરડાં સહી,
ને લહી પીલુંડાં જેવા લોહીના ટશિયા કરે,
ચૂંટી પાકાં ટબા બોર કન્યાને હોય આપતો,
ને ખાધાથી ખવાડીને ખુશી ઓર મનાવતો!

-દેવજી રા. મોઢા


Mane Gamatan Be Chitra

Jaganan sahu chitroman matra be j mane game :
Ek to e ke jahin koi kanya, koi kumarano
Laine pag kholaman, vhalani bharati ure
Ani, vadi mithan vena, ne vene vedana
Hari ne halave hathe kantane hoya kadhati!

Ne bijun jyan kumar e kantan bhayane paro
Kari ne komal ange unda uzaradan sahi,
Ne lahi pilundan jev lohin ṭashiya kare,
Chunti pakan ṭab bor kanyane hoya apato,
Ne khadhathi khavadine khushi or manavato!

-devaji ra. Modha

Source: Mavjibhai